પશ્ચિમ બંગાળમાં ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક દેશી બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ ઘટના રાજ્યના કૂચ બિહારના સીતલકુચીની છે જ્યાં ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું. બોમ્બ વિસ્ફોટમાં ભાજપના બે કાર્યકરો ઘાયલ થયા છે. તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે.
તાજેતરમાં ED અને CBI દ્વારા પાડવામાં આવેલા દરોડા સંદર્ભે ભાજપ વિરોધ કરી રહ્યું હતું. ભાજપે રાજ્યભરમાં પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન સીતાલકુચીમાં પ્રદર્શન દરમિયાન અનેક દેશી બોમ્બ બ્લાસ્ટ થયા છે.
#WATCH | West Bengal: Several country-made bombs blasted during BJP’s protest in Sitalkuchi, Cooch Behar, due to which 2 BJP workers got injured & were admitted to a district hospital; situation getting back to normal now
BJP protest was in regard to the recent raids by ED & CBI pic.twitter.com/cAwixmKuSE
— ANI (@ANI) September 11, 2022
હકીકતમાં પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ શુક્રવારે પક્ષના સભ્યોને ભ્રષ્ટાચારી અને કૌભાંડથી ઘેરાયેલી તૃણમૂલ કોંગ્રેસ સરકારને ઉથલાવી પાડવા માટે એકજૂથ થવા અને યુદ્ધ કરવા માટે આગ્રહ કર્યો હતો. આ પછી આ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાએ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને ચોર અને લૂંટારા ગણાવ્યા હતા. જયારે તેમણે લોકોને 13 સપ્ટેમ્બરના રોજ તેમની પાર્ટીની ‘નબન્ના અભિયાન’ કૂચ (સચિવાલય સુધી) માં જોડાવા કહ્યું.
સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, “ટીએમસી સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે. તેના તમામ નેતાઓ ચોર અને લૂંટારા છે. શાળા ભરતી કૌભાંડ સિવાય, તેઓએ કોલસાથી રેતી સુધી બધું જ લૂંટી લીધું છે.” કોઈનું નામ લીધા વિના, તેમણે કહ્યું, “CBI દ્વારા પશુઓની દાણચોરીના સંબંધમાં TMCના એક નેતાની ધરપકડ કરવામાં આવી છે અને કોલસાની દાણચોરીના સંબંધમાં અન્ય મંત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે.”
