યુપી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો ધીમે ધીમે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીએ 55 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બીજા તબક્કા માટે 51 ઉમેદવારોની યાદી બહાર પાડી છે.
આ પણ વાંચો – Covid-19 / Omicron નું નવુ લક્ષણ શરીરનાં આ ભાગને કરી શકે છે નુકસાન, ટેસ્ટિંગમાં રિપોર્ટ આવી શકે છે નેગેટિવ
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, યુપીમાં બસપાની સર્વજન હિતાય અને સર્વજન સુખાય કી સરકાર બની શકે છે. BSPએ માયાવતીનાં જન્મદિવસનાં અવસર પર 15 જાન્યુઆરીએ પ્રથમ યાદી બહાર પાડી હતી. આ પછી આજે બીજા તબક્કાની 55 વિધાનસભા બેઠકો માટે 51 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ શનિવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની તમામ બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે ચૂંટણી માટે નારો આપ્યો હતો. ‘હર પોલિંગ બૂથ કો જીતાના હૈ બસપા કો પાવર મે લાના હૈ’નું સૂત્ર આપીને તેમણે પોતાના કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું, “મને આશા છે કે પાર્ટીનાં કાર્યકરો સખત મહેનત કરશે અને BSP 2007ની જેમ સરકાર બનાવશે.”
Today, I'm announcing list of 51 candidates out of 55 seats for the second phase of UP elections. This time we've given slogan 'Har Polling Booth Ko Jeetana hai, BSP Ko Satta Mein Lana Hai'. I hope party workers will work hard & will form BSP govt like of 2007: BSP chief Mayawati pic.twitter.com/5wXaitbtHV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2022
આ પહેલા બુધવારે માયાવતીએ યુપી ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે બાકીની પાંચ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી અને સાત બેઠકો માટે ઉમેદવારો બદલ્યા હતા. બીએસપીએ પ્રથમ તબક્કા માટે કુલ 12 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ અંતર્ગત શામલી- થાણા ભવન, મેરઠ શહેર, બાગપત, ગાઝિયાબાદ સાહિબાબાદ અને બુલંદશહર માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
22-01-2022-BSP UP POLL 2ND PHASE LIST-1 pic.twitter.com/120G0pV8Ni
— Mayawati (@Mayawati) January 22, 2022
22-01-2022-BSP UP POLL 2ND PHASE LIST-2 pic.twitter.com/8sGNPkwmsa
— Mayawati (@Mayawati) January 22, 2022
22-01-2022-BSP UP POLL 2ND PHASE LIST-3 pic.twitter.com/C14CkHG0GL
— Mayawati (@Mayawati) January 22, 2022
બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ બધા 2022માં બસપાની સરકાર બનાવવા માટે સખત મહેનત કરે. તેમણે પાર્ટીનાં નેતાઓ અને કાર્યકરોને કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
