Social Media War/ પાર્ટી વિરોધી કામ કરે એવા પ્રમુખની સાથે કામ નથી કરવું : નવસારી કોંગ્રેસમાં ભડકો

નવસારી કોંગ્રેસમાં ચૂંટણી પહેલા જ ભડકો થયો છે. સોશિયલ મીડિયા મંત્રીએ જિલ્લા પ્રમુખ ઉપર પાર્ટી વિરોધી કામ કરવાના આરોપ લગાવ્યા છે

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નવસારી કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસના નેતાઓ જ એક બીજ ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ઉપર નવસારી જિલ્લાના સોશિયલ મીડિયા મંત્રીએ પાર્ટી વિરોધી કરી કરવામાં આક્ષેપ લગાવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારે  પાર્ટી વિરુદ્ધ કરી કરવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોશિયલ  મીડિયા મંત્રી દેવાંગ પટેલે સોશિયલ મીડિયામાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર પાર્ટી વિરોધી કામ કરતા હોવાનો આરોપ લગાવ્યા હતા.

નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી પ્રમુખ શૈલેષ પટેલ પાર્ટી વિરોધી કામ કરે છે. તેમ જણાવ્યું હતું, અને આવા પ્રમુખના હાથ નીચે કામ નથી કરવું.  તેવો વોટ્સએપ ગ્રુપ મેસેજ વહેતો કરી આરોપ લગાવ્યા હતા.

શૈલેષ પટેલનું સોશિયલ મીડિયા ભાજપનો દલાલ હેન્ડલ કરતો હોવાનો પણ આરોપ લગાવ્યા હતા. દેવાંગ પટેલની આ પોસ્ટથી નવસારી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સોશિયલ મીડિયામાં વોર શરૂ થઇ છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર પક્ષ વિરોધી પ્રવૃતિ કરતાં હોવાના ગંભીર આક્ષેપ મામલો છે.  ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારેએ આવા ગંભીર આરોપો લગાવતા ચૂંટણીના પરિણામો પર માઠી અસર પડી શકે છે.

સમગ્ર મામલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સાથે કટિબદ્ધ હોવાનું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.