ઓમિક્રોન દેશના વિવિધ રાજ્યોમાં ખુબજ ઝડપથી પ્રસરી રહ્યો છે.માત્ર 19 દિવસમાં ઓમિક્રોન 14 રાજ્યોમાં ફેલાઇ ગયો છે.. કેન્દ્રએ ઓમિક્રોન વેરિયેન્ટની ગંભીરતાને લઇને તમામ રાજ્યોને પત્ર લખી દિશા નિર્દેશ જારી કર્યા છે. જેમાં વોર રૂમ્સથી લઇને જરૂર જણાય તો કર્ફ્યૂ લાદવા સુધીની વાત કરવામાં આવી છે.
આ પણ વાંચો :અલ્હાબાદ / પિતાની સંપત્તિ પર દાવો કરી રહ્યો હતો પુત્ર, કોર્ટે કહ્યુ- પોતે બનાવેલા ઘરમાં રહો
છેલ્લા 19 દિવસમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયેન્ટ 14 રાજ્યોમાં પ્રસર્યો છે. સૌથી વધુ 65 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે…દિલ્હીમાં અત્યાર સુધીમાં 54 કેસ નોંધાયા સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના અત્યાર સુધીમાં 220 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ઓમિક્રોન વેરિયેન્ટને લઇને ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના જૂના વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલા માટે જરૂરી ઉપાયો શરૂ કરી દો. મંગળવારે રાજ્યોને મોકલાયેલા લેટરમાં કેન્દ્ર તરફથી રાજ્યોને અનેક દિશા નિર્દેશ જારી કરાયા છે. .એક નજર આ દિશા નિર્દેશો પર નજર કરીએ.
આ પણ વાંચો ;કોરોના / મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળો ઘેરાયા,8 પોલીસકર્મી સહિત 10 લોકો કોરોના સંક્રમિત…
મહત્વપૂર્ણ છે કે ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ દેશમાં હાલ એક્ટિવ છે. એટલા માટે ભાવી રણનીતિને ઘડીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની જરૂર જણાવાઇ છે.
