આંધ્ર પ્રદેશ પોલીસે પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સામે કોવિડ -19 વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતીય દંડ સંહિતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.એડવોકેટ માસુપોગુ સુબૈયાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે નાયડુએ દાવો કર્યો હતો કે એન 440 કે, કોરોના વાયરસનું એક સ્વરૂપ, કુર્નુલ શહેરમાં ઉદ્ભવ્યું હતું અને લોકોને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.

સફળતાનું શિખર / 51 વર્ષીય કામી રીતાએ 25મી વખત માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો,સૌથી વધુ વખત ચઢનાર પ્રથમ પર્વતારોહી
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નાયડુની ટિપ્પણીથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આને કારણે ઘણી મહિલાઓ અને બાળકો માનસિક રૂપે અસ્વસ્થ બન્યા હતા અને તેમાંના ઘણા લોકોનાં મોત નીપજ્યાં હતાં.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી નાયડુના દાવાને કારણે ઓડિશા અને દિલ્હી જેવા રાજ્યોએ આંધ્રપ્રદેશના લોકોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો.

સંપૂર્ણ લોકડાઉન / કર્ણાટક,કેરળ અને ગોવાએ સંપૂર્ણ લોકડાઉનનું કર્યુ એલાન, કર્ફ્યુ જેવી સ્થિતિ

