રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો નોધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 7476 કેસ નોધાયા છે. જયારે અમદાવાદમાં સૌથી વધુ 2861 કેસ નોધાયા છે.
સુરત શહેરમાં 1998, વડોદરામાં 551 કેસ, રાજકોટમાં 244, વલસાડમાં 189 કેસ, ભાવનગરમાં 136, સુરત ગ્રામ્યમાં 136 કેસ, કચ્છમાં 121 અને ગાંધીનગરમાં 135, મહેસાણામાં 108 કોરોના કેસ નોધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2704 લોકો ડિસ્ચાર્જ થયા છે. જયારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 37,238 છે. રાજ્યમાં કોરોનાથી 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,72,287 પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,28,406 છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
આવતીકાલથી જ નવી ગાઈડલાઈન બનશે અમલી
આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
લગ્ન સમારોહમાં માત્ર 150 લોકોને જ મંજૂરી
તો બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.


ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા 1 લાખ 68 હજાર 063 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 69 હજાર 959 દર્દી સ્વસ્થ થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 277ના વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. ભારતમાં કોરોનાના હાલ એક્ટીવ કેસ 8 લાખ 21 હજાર 446 છે. ભારતમાં કુલ કેસ 3 કરોડ 58 લાખ 75 હજાર 790 નોંધાયા છે. ભારતમાં કોરોનાથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 3 કરોડ 45 લાખ 70 હજાર 131 પર પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 84 હજાર 213 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારતમાં કુલ વેક્સિનેશનના 1 અરબ 52 કરોડ 89 લાખ 70 હજાર 294 ડોઝ અપાયા છે.
National / મુખ્યમંત્રીના પિતાએ ઈચ્છામૃત્યુ માટે માંગી પરવાનગી, રાષ્ટ્રપતિને મોકલ્યો પત્ર, જણાવ્યું કારણ
પંજાબ ચૂંટણી 2022 / બિક્રમ મજીઠિયાનો ચોંકાવનારો દાવો, ‘PMના કાફલાને રોકવાનું કાવતરું CM હાઉસમાં જ કરવામાં આવ્યું હતું પ્લાન’
