Not Set/ રાજધાનીમાં કોરોનાએ મચાવ્યો કોહરામ, દિલ્હી સરકારે માંગી સેનાની મદદ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જને લઇને હવે દિલ્હી સરકારે સેનાની મદદ માંગી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને સૈન્યની મદદ માંગી છે.

Top Stories India

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જને લઇને હવે દિલ્હી સરકારે સેનાની મદદ માંગી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખીને સૈન્યની મદદ માંગી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ડીઆરડીઓએ જે રીતે એક હોસ્પિટલ તૈયાર કરી છે, તેવી જ વધુ હોસ્પિટલો તૈયાર કરવી જોઈએ.

પ.બંગાળ પરિણામ / મજૂરની પત્ની ચંદના બાઉરીએ ભાજપની ટિકિટ પરથી મેળવી શાનદાર જીત

ઓક્સિજન સિલિન્ડરથી લઇને અન્ય વ્યવસ્થાઓ માટે આર્મીની મદદ માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગઈકાલે દિલ્હીમાં કોરોના ઓક્સિજનનાં નિયત ક્વોટાનો ઓક્સિજન સપ્લાઇ પણ મળ્યો નથી. તેમણે કહ્યું કે, રવિવારે 590 મેટ્રિક ટનમાંથી માત્ર 440 ટન ઓક્સિજન મળ્યુ હતુ. દિલ્હી સરકારનાં જણાવ્યા મુજબ દિલ્હીને 976 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. આજથી, 18-44 વર્ષની વયનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. દિલ્હીને 4.5 લાખની રસી મળી છે. દિલ્હીને રસીનો માલ મળતાં રસીકરણ અભિયાન વધુ તીવ્ર કરવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં મળેલા સમયે રસીકરણ કેન્દ્રમાં આવવાની અપીલ કરી છે. શનિવારથી 18 વર્ષથી ઉપરનાં લોકો માટે રસીનો પ્રતીકાત્મક પરિચય શરૂ થયો છે. દિલ્હીને મળેલી 4.5 લાખ રસી દિલ્હીનાં તમામ જિલ્લાઓમાં વહેંચવામાં આવી રહી છે.

કોરોના કહેર / ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન બે દિવસ માટે વધારવામાં આવ્યું

શનિવારે, દિલ્હીમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 25,219 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક જ દિવસમાં સૌથી વધુ 412 કોવિડ-19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, સંક્રમણ દર 31.61 ટકા સુધી પહોંચી ગયો છે. દિલ્હી આરોગ્ય વિભાગ અનુસાર, શુક્રવારે રાજધાનીમાં 375 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ગુરુવારે 395 દર્દીઓ, બુધવારે 368, મંગળવારે 381 અને સોમવારે 380 મૃત્યુ પામ્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 11,74,553 સંક્રમણનાં કેસ નોંધાયા છે, જેમાંથી 10.61 લાખ દર્દીઓ ઠીક થયા છે, જ્યારે આ જીવલેણ વાયરસને કારણે 16,559 લોકોનાં મોત નીપજ્યાં છે.