સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અહી હોસ્પિટલમાં દાખલ દર્દીની હાલત ગંભીર થઇ રહી છે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહી 88 પૈકી 44 દર્દીઓ ગંભીર હાલતમાં છે. આપને જણાવી દઇએ કે, અહી 5 જેટલા વેન્ટિલેટર, 9 બાઇપેપ, 30 ઓક્સિજન સપોર્ટ ઉપર છે.
કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં
સ્મીમેર હોસ્પિટલમાં કઇંક આવો જ નજારો જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર અહી ડોક્ટર કોરોના પોઝિટિવ છે. સ્મીમેર હોસ્પિટલમાં 22 પૈકી 16 દર્દીઓ ગંભીર હાલતમાં છે. અહી 2 વેન્ટિલેટર, 11 બાઇપેપ અને 3 દર્દી ઓક્સિજન સપોર્ટ ઉપર છે. ઉપરાંત સુરતમાં કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા સ્થિતિ તણાવથી ભરેલી જોવાા મળી રહી છે. સુરતમાં એક પોલીસ જવાન કોરોનાની ઝપટમાં આવી ગયો છે. જ્યારે મનપાનાં બે કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત છે. વળી બેંકનાં બે આસીસ્ટન્ટ મેનેજરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 2 શિક્ષકો અને લગભગ 7 જેટલા વેપારીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.
માસ્ક નહી તો દંડ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને સુરતની વાત કરીએ તો દિવાળીના પર્વ બાદ સતત કેસોની સંખ્યા વધી રહી છે. દિવાળી પહેલા કેસોની સંખ્યા 150 જેટલી સરેરાશ જોવા મળતી હતી. જોકે ત્યારબાદ આ કેસોની સંખ્યા અઢીસોને પાર થઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 3 કરોડથી વધુનો દંડ લોકો પાસેથી વસૂલ કર્યો છે. ખાસ કરીને માસ્ક વગરના તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન નહીં કરનારા લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
