પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી ઇફકોનાં ચેરમેન બન્યાં છે,તે અનેક દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ,સંઘાણી અત્યારસુધી વાઇસ ચેરમેન હતા પણ આજે તેઓ ઇફકોના ચેરમેન તરીકે બિરાજમાન થયાં છે. દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છે તેમની સ્પષ્ટ નેતા તરીકેની છબી છે.
સંઘાણી અનેક સંસ્થાઓ સાથે સીધા જાેડાયેલા છે તે નાફસ્કોબ, નાફેડ, ઇફકો અને ગુજકોમાસોલ સહિત અનેક સંસ્થાઓ સાથે કાર્યરત રહેલા છે. પ્રધાનમંત્રીએ દેશમાં સહકારી માળખાને આગળ લઈ જવા માટે રાજ્યના ટોચના સહકારી અગ્રણી દિલીપ સંઘાણી પર ભરોસો મૂક્યો છે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા બાદ દિલીપભાઈ સંઘાણી નાફસ્કોબના ચેરમેન અને નાફેડના વાઇસ ચેરમેન તરીકે મુકાયા હતા. અને ગુજકોમાસોલના ચેરમેન પદે પણ સેવા આપી રહ્યા છે.
આજે તેઓ ઇફકો સંસ્થાના ચેરમેન બન્યાં છે તે પહેલા આ સંસ્થાના વાઇસ ચેરમેન હતા, તેઓ અનેક સંસ્થાઓ સાથે કાર્યરત છે,તેમની સાફ છબીના લીધે તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગુડ બુકમાં છે.
