ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. અને હવે પંચાયતોને સમરસ બનાવવા માટેની કામગીરી જેતે પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે . ત્યારે ગુજરાત રાજ્યમાં એક પંચાયત એવી પણ છે કે જયાં માત્ર એક જ ફોર્મ ભરવામાં આવ્યું છે. સમગ્ર ગામના નિવાસીઓ દ્વારા પંચાયતની ચૂંટણીનો વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ગામજનો વિવિધ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પરંતુ તેમની કોઈ નેતા કે રાજકીય પક્ષ કે પછી સરપંચ પણ તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકવા સક્ષમ બન્યું નથી. જેને પગલે ગામના નિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના મોણપર ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. 8 સભ્યોની ગ્રામપંચાયતમાં માત્ર એકજ ફોર્મ સભ્ય તરીકે ભરાયું છે. જ્યારે સરપંચ તરીકે કોઈ વ્યક્તિ રહેવા તૈયાર નથી. અહીં સરપંચ તરીકે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. ચૂંટણીનો બહિષ્કાર કરતા ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે, ગામની નદીઓ જેતપુરમાં આવેલા કારખાનાના પ્રદુષણના કારણે લાલ થઈ ગઈ છે. સાથે ગામની નદીમાંથી ખનીજ ચોરી પણ સતત થઈ રહી છે. આ ઉપરાંત રોડ રસ્તાઓ પણ સારા ન હોવાથી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે.
- મોણપર ગામે ચૂંટણી બહિષ્કાર કરાયો
- 8 સભ્યોની ગ્રામપંચાયતોમાંથી એક સભ્યોનું ફોર્મ ભરાયું
- પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચૂંટણી બહિષ્કાર

રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકાના મોણપર ગામ માં સરપંચ તરીકે રહેવા માટે કોઈ વ્યક્તિ તૈયાર નથી સામે સાથે સાથે ગ્રામપંચાયત ના સદસ્ય તરીકે પણ ગામમાંથી 1 વ્યક્તિ ને છોડી ને કોઈ વ્યક્તિ એ ઉમેદવારી નહીં કરતા, મોણપર ગામમાં ચૂંટણીનો બહિષ્કાર સામે આવ્યો છે. જ્યારે આ બાબતે અહીં ના આગેવાનો સાથે વાત કરતા સરકાર દ્વારા ગામ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવા નું જણાવ્યું હતું, ગામની નદીઓ અહીં જેતપુરના કારખાનાના પ્રદુષણને કારણે લાલ પાણીથી ભરાઇ ગઈ છે.
ગામના ભૂગર્ભ જળ પ્રદુષિત થઈ ગયા છે, સાથે સાથે ગામ પાસેની નદીમાંથી ખનીજ ચોરી પણ સતત થઈ રહી છે, સાથે સાથે ગામના રોડ રસ્તાની પણ સમસ્યા છે જેને લઈ ને ગામ લોકોમાં એક અસંતોષનો માહોલ છે. હાલ ના ચાલુ સરપંચ ના કહેવા મુજબ ગામની અનેક સમસ્યાને લઈ સરકાર અને તંત્ર દ્વારા કોઈ પગલાં નહિ લેવાતા ગામ લોકો એ ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે.

જ્યારે અહીં ચૂંટાયેલ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર મામલો રાજકીય છે. અહીંના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે કોઈ કારણો સર ફોર્મ ભરી શક્યા નથી. જ્યારે ગામની જે સમસ્યા છે તે ચોક્કસ છે અને તે પણ ચૂંટણીના બહિષ્કારનું મોટું કારણ છે.
ચૂંટણીનો બહિષ્કાર અને એક પણ વ્યક્તિ સરપંચ તરીકે રહેવા માટે સામે નહીં આવતા અહીં લોકશાહીનું પતન થતું જોવા મળે છે ત્યારે મોણપર ગામ માં જે સમસ્યા હોય તે પરંતુ હાલ તો આ ગામે ચૂંટણી નો બહિષ્કાર થતા લોકશાહી નું પતન જોવા મળ્યું છે
ગુજરાત / ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ
Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો
હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો
ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….
હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?
હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ
