મુલાકાત / CMની રૂબરૂ મુલાકાત વેળાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને  હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ  ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે  જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.

આ મુલાકાત વેળાએ મંત્રી  જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના એમ ડી દિનેશ ખટારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery