Not Set/ પ્રશાંત કિશોર પણ કમાલ કરી શકશે નહીં : જાણો કોંગ્રેસની સ્થિતિ પર BJP અને TMCનો અભિપ્રાય

પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર છે. તેઓ ટીએમસીના નેતા નથી. તે કોઈપણ પક્ષ સાથે વાત કરી શકે છે અને તેની સાથે જોડાઈ શકે છે.

Top Stories India
પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલુ છે. આવી ચર્ચાઓ અને અંદાજની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને કોઈ વિશેષ લાભ થશે નહીં. નોંધનીય બાબત એ છે કે હાલમાં કિશોર સતત કોંગ્રેસના મોટા નેતાઓને મળી રહ્યા છે. તે અગાઉ બિહારમાં સત્તારૂઢ જેડીયુનો પણ ભાગ રહી ચુક્યો છે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ટીએમસીના જનરલ સેક્રેટરી કુણાલ ઘોષે કહ્યું, ‘ચૂંટણી રણનીતિકાર કિશોર ક્યારેય TMCમાં જોડાયા નથી. તે અમારા રાજકીય વિશ્લેષક હતા. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગે તેમણે કહ્યું કે, પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર છે. તેઓ ટીએમસીના નેતા નથી. તે કોઈપણ પક્ષ સાથે વાત કરી શકે છે. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસનો નિષ્ફળતાનો ઇતિહાસ રહ્યો છે. તેની છબી ખરડાયેલી છે. ત્યારે જો કોંગ્રેસ પોતાને પુનર્જીવિત કરવા માંગે છે તો તે પ્રયત્ન કરી શકે છે. જો કે અમારું મુખ્ય ધ્યાન ભાજપને હરાવવા ઉપર છે. ‘ટીએમસી બંગાળની જેમ મજબૂત છે.  અને જો કોંગ્રેસને લાગે છે કે તે ભાજપને હરાવીને લડી શકે છે, તો તેમનું સ્વાગત છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં કિશોર ટીએમસીએ ટીએમસી સાથે કામ કર્યું હોવાની વાત પણ ઉમેરી હતી.

જ્યારે બીજેપી નેતા મનોજ તિગ્ગાનું કહેવું છે કે, ‘કોંગ્રેસ ફરીથી જીવિત થવાની નથી. ભારત એક લોકશાહી દેશ છે અને કોઈપણ વ્યક્તિ તેને ગમતા પક્ષમાં જોડાઈ શકે છે. પરંતુ કોંગ્રેસની વાપસી હવે મુશ્કેલ છે. વર્ષ 2024માં ફરી એકવખત ભાજપ જ જીતશે.

આ પણ વાંચો : પાટીદાર નેતા નરેશ પટેલ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

મંતવ્ય