અમદાવાદ જિલ્લા બીજેપી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લા વિસ્તારની તમામ સીટ જીતવા માટે કવાયત તેજ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વિસ્તારકોની બેઠક યોજી બુથ સ્તરની કામગીરી સોંપી, મતદારોના ડેટા એકત્ર તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
- 40 વિસ્તારકોની યાદી તૈયાર કરાઈ
- તમામ બુથ પર પેઈજ સમિતિની કરાશે ખરાઈ
- દરરોજ સાંજે જિલ્લા પ્રમુખને કરાશે રિપોટિંગ
અમદાવાદ જિલ્લા વિસ્તારમાં અંદાજે 1326 જેટલા બુથ આવેલા છે. આ તમામ બુથમાં ફરી મતદાર યાદી ચકાસવી અને પેઈજ પ્રમુખો અને શક્તિ કેન્દ્રની કામગીરીની કામગીરી તપાસવા માટે આયોજન કર્યું છે. જેના માટે 40 વિસ્તારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. અને જે તે વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વિસ્તારક પોતાના વિસ્તારમાં જઈને આ કામગીરી કરશે. આ કાર્યક્રમમાં હર્ષદગીરી ગોસાઈ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રજની પટેલ સાહિતમાં નેતાઓ હાજર રહ્યા હતા.
એક વિસ્તારકને અંદાજે 30 બુથની જવાબદારી સોંપવામાં આવી છે. જે વિસ્તારમાં જઈ માહિતી એકત્ર કરી દરરોજ સાંજે તેનું રિપોર્ટિંગ કરવામાં આવશે. અને જિલ્લાની સ્થિતિ શુ છે તેનાથી માહિતગાર કરશે. અત્યારે જિલ્લા વિસ્તારની દસક્રોઈ, ધોળકા અને સાણંદ-બાવળા સીટ પર બીજેપીનો કબ્જો છે. તો વિરમગામ અને ધંધુકા બેઠક કોંગ્રેસ પાસે છે. ત્યારે આગામી ચૂંટણી દરમિયાન તમામ સીટ જીતવા માટે કવાયત હાથ ધરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા વિસ્તારમાં ગ્રામીણ સ્તરની વાત કરીએ તો, ગત વિધાનસભામાં તો બીજેપીને બે સીટનું નુકશાન થયું હતું. ત્યાર બાદ લોકસભા,નગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં બીજેપી ની જીત થઈ હતી.
AMC budget / MJ લાઈબ્રેરી, વીએસ હોસ્પિટલ તથા AMTSનું બજેટ મંજૂર
ના હોય… / સહારાના રણમાં ચોંકાવનારી ઘટના! તપતી રેતી પર હિમવર્ષા, વૈજ્ઞાનિકોએ કહ્યું, …
Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!
Alert! / દેશમાં મોટાભાગના કોરોના દર્દીઓ ઓમિક્રોન સંક્રમિત , ત્રીજી લહેરમાં વધી શકે છે દર્દીઓ
Afghanistan Crisis / લોકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા બન્યા મજબૂર
