પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા પ્રખ્યાત કવિ મુનવ્વર રાણા ફરી એકવાર સમાચારોની હેડલાઇઝમાં આવી ગયા છે. આપને જણાવી દઈએ કે, મુનવ્વર રાણાએ રવિવારે ટ્વીટ કરીને ખેડૂત આંદોલન પર એક શેર લખતા ટ્વીટ કર્યુ જે બાદ તેમના ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ અને મુનવ્વર રાણા એકવાર ફરી વિવાદોમાં ઘેરાયા હતા.
મુનવ્વર રાણાએ પોતાના શેરમાં દેશની સંસદ પર નિશાન બનાવતા લખ્યું કે, ‘આ દેશનાં કેટલાક લોકોને રોટલી તો મળશે જો સંસદને તોડીને ખેતી આપે. આ ટ્વીટમાં તેમણે શેઠનાં ગોડાઉન સળગાવવાની વાત કરી છે. આપને જણાવી દઈએ કે, કવિ મુનવ્વર રાણાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દેશની સંસદ પર હુમલો બોલતા લખ્યું છે કે, આ દેશનાં કેટલાક લોકોને રોટલી મળશે, સંસદ તોડી નાખીને ત્યાં કેટલાક ખેતર બનાવી દે. હવે આ રીતે જ બદલાશે ખેડૂતોનું ભાવિ, શેઠોનાં બનાવેલા ગોડાઉન બાળી દો. હુ જુઠનાં દરબારમાં સાચુ બોલી રહ્યો છુ, ગર્દનને ઉડાવો, મને અથવા જીવતો સળગાવી દો.
પોતાના વિવાદિત ટ્વિટ પર મીડિયા સાથે વાત કરતા મુનવ્વર રાણાએ કહ્યું કે, કોઈ પણ દેશને બે સંસદની જરૂર હોતી નથી. જ્યારે દેશમાં નવી સંસદની રચના થઈ રહી છે, ત્યારે જૂની સંસદની શું જરૂર છે, આવી સ્થિતિમાં, આ સ્થાનને બીજા કેટલાક કામ માટે પણ લઈ શકાય છે. મને પોતાની વાત કહેવાનો પૂરો હક છે એટલે હુ પોતાની વાત જરૂર કહીશ, ખેડૂતો પોતાનો નિર્ણય પોતે કરે. સાથે તેમણે એ પણ જણાવ્યુ કે, આ ટ્વીટ તેમણે ડિલિટ કરી દીધુ છે.
ceasefire / પાકિસ્તાને ફરી કરી નફ્ફટાઈ, નૌશેરામાં કર્યું યુદ્ધવિરામનું ઉ…
Tweeter / ટ્રમ્પના સોશિયલ મીડિયા પરના પ્રતિબંધથી PM મોદીને ફાયદો, ફોલો…
Haryana / કરનાલમાં બબાલ બાદ CM ખટ્ટરનો મહાપંચાયત કાર્યક્રમ કરાયો રદ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
