Not Set/ કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના ICU માં લાગી આગ,  ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે 

કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં રવિવારે સવારે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Top Stories India

કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં રવિવારે સવારે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના પહેલા માળે આવેલા આઈસીયુમાં આગ લાગતા તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ફાયર ફાયટરની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં 50 લોકો હોસ્પિટલમાં ફસાયા છે.

આ પણ વાંચો :દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર તૂટી પડ્યો, 3 લોકો ઈજાગ્રસ્ત

કાર્ડિયોલોજી હોસ્પિટલની બિલ્ડીંગમાં આગને કારણે બેડ સહિત દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં, દર્દીઓ રસ્તાની બાજુમાં સારવાર લઈ રહ્યા છે. તે જ સમયે, કાર્ડિયોલોજીના ગ્રાઉન્ડ ફ્લોરમાં ધુમાડો ભરવાના કારણે, પ્રથમ માળની સ્થિતિનો અંદાજ કાઢવામાં સમસ્યા આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ અને ફાયર સર્વિસના લોકો વિન્ડોઝના કાચ તોડી અંદરથી કોઈ ફસાયેલા નથી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

kanpur fire in icu ward of cardiology hospital

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. કાર્ડિયોલોજી એ કાનપુરના સ્વરૂપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં મોટી સંખ્યામાં હાર્ટ દર્દીઓ ઓપરેશન અને સારવાર માટે આવે છે. કાનપુર ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના લોકો પણ અહીં સારવાર માટે આવે છે.

આ પણ વાંચો :અમરનાથના શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર, 1 એપ્રિલથી દર્શન માટે શરતોને આધીન રજિસ્ટ્રેશન શરૂ

એસીપી મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પરના તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પહેલા માળે 9 દર્દીઓ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેને એક જ માળે સારવાર આપવામાં આવી રહી છે. વિન્ડોઝના કાચ તોડીને વેન્ટિલેશન કરવામાં આવ્યું છે. જો ધુમાડો ઓછો થયા તો ગ્રાઉન્ડ ફ્લોર તપાસ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર હાલ  કોઇ ફસાયેલા હોવાના અહેવાલ નથી.

kanpur   fire in icu ward of cardiology hospital

આ પણ વાંચો :કેન્દ્રની રાજ્યોને ચેતવણી, જો આમ નહીં કરો તો… એક સંક્રમિતદર્દી એક મહિનામાં 406 લોકોને સંક્રમિત કરશે

એસીપી મહેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત સ્ટોરને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર સર્વિસના લોકો તપાસ કરશે અને જણાવશે કે આગનું કારણ શું હતું. આ સાથે જ આ અકસ્માત બાદ કાનપુર પોલીસ કમિશનર અસીમ અરુણ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.