અવસાન/ પૂર્વ ભાજપનાં સાંસદ શરદ ત્રિપાઠીનું નિધન, મેદાંતા હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

ઉત્તર પ્રદેશનાં સંત કબીરનગરનાં પૂર્વ સાંસદ અને ભાજપનાં નેતા શરદ ત્રિપાઠીનું નિધન થયું છે. તે 49 વર્ષનાં હતા. બુધવારે રાત્રે મેદાંતા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

Top Stories India

ઉત્તર પ્રદેશનાં સંત કબીરનગરનાં પૂર્વ સાંસદ અને ભાજપનાં નેતા શરદ ત્રિપાઠીનું નિધન થયું છે. તે 49 વર્ષનાં હતા. બુધવારે રાત્રે મેદાંતા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસો પહેલા તેમની તબિયત લથડતા તેમને મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. શરદ ત્રિપાઠીનાં પિતા રમાપતિ રામ ત્રિપાઠી દેવરિયાનાં સાંસદ છે.

યુરોપિયન યુનિયન / ભારતે યુરોપિયન સંઘના સભ્યો દેશોને કહ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી સ્વીકારે

2014 ની લોકસભાની ચૂંટણીમાં શરદ ત્રિપાઠી સંત કબીર નગર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. તેમના અવસાન પર, ઉત્તર પ્રદેશનાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યાએ ટ્વિટ કરીને લખ્યું છે કે – મારા મિત્ર પૂર્વ સાંસદ શરદ ત્રિપાઠીજીનાં દુઃખદ અવસાનનાં સમાચારથી હું નિઃશબ્દ છું, રાજ્યએ ભવિષ્યનાં એક મહાન નેતાને ગુમાવ્યા છે. વિનમ્ર શ્રદ્ધાંજલિ. ભગવાન તમને ચરણોમાં સ્થાન આપે, પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ટ્વિટર વિવાદ / અમેરિકાના કોપીરાઇટ એકટ લાગુ કરો છો તો ભારતના કાયદાનું પણ પાલન કરો: મંત્રી રવિશંકર પ્રસાદ

ઉત્તર પ્રદેશ ભાજપનાં પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે પણ તેમના સાથીનાં વિદાય પર શોક વ્યક્ત કર્યો છેઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે, સંત કબીરનગરનાં પૂર્વ સાંસદ, ભાજપનાં વરિષ્ઠ નેતા શ્રી શરદ ત્રિપાઠીજીનાં નિધનનાં સમાચારથી આંચકો લાગ્યો. ભગવાન દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારનાં સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, હું નિશબ્દ છું. લાગે છે કે શરદ હવે બોલશે, ‘ચલો દીદી વિસ્તારમાં કોઈ પ્રોગ્રામ કરવો પડશે’. ચાલ્યો ગયો, ભગવાનની ઇચ્છા હતી. ભગવાન શરદ ત્રિપાઠીનાં આત્માને શાંતિ આપે, પોતાના ચરણોમાં સ્થાન આપે.