પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. મીડિયા અહેવાલો પ્રમાણે મોહમ્મદ મુતુ ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમની એક આંખમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. તેમણે આજે સાંજે 7 કલાક આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.
નિધન / ફ્રાન્સના અબજોપતિ રાજકારણી ઓલિવિયર ડસોલ્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. તેમનું નિધન 27 જુલાઈ 2015ના મેઘાલયના શિલોન્ગમાં થયું હતું. અબ્દુલ કલામના પિતા નાવિકનું કામ કરતા હતા અને તેમણે વધુ અભ્યાસ કર્યો નહતો.વડાપ્રધાન મોદીએ તેમના નિધન બદલ શોક વ્યક્ત કર્યો હતો તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
kerala election / દક્ષિણમાં શાહે ફૂંક્યુ ચૂંટણીનું બ્યૂગલ, બોલ્યા- ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને બીમારુ ભૂમિ બની કેરળ

તે માછીમારોને હોડી ભાડા પર આપતા હતા. અબ્દુલ કલામનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ હતું. પાંચ ભાઈ અને પાંચ બહેનોનો પરિવાર ચલાવવા માટે તેમના પિતાએ ખુબ મહેનત કરી હતી.
Covid-19 / રાજ્યમાં ફરી એકવાર વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયા 575 નવા કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
