યોગી આદેશ/ એક અઠવાડિયામાં તમારા વિભાગનો પ્રેક્ટીકલ એક્શન પ્લાન આપો

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેના બીજા કાર્યકાળમાં ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે. મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ તેના મંત્રી અને અધિકારીઓ પાસેથી એક અઠવાડિયાની અંદર પ્રેક્ટીકલ એક્શન પ્લાન માગ્યો છે. તેમને મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેમના અધિકાર ક્ષેત્રને લઈને પાયાની વિગતો ભેગી કરે અને તેના વિકાસ માટે એક્શન પ્લાન બનાવીને આપે. […]

Top Stories India
યોગી

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેના બીજા કાર્યકાળમાં ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે. મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ તેના મંત્રી અને અધિકારીઓ પાસેથી એક અઠવાડિયાની અંદર પ્રેક્ટીકલ એક્શન પ્લાન માગ્યો છે. તેમને મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેમના અધિકાર ક્ષેત્રને લઈને પાયાની વિગતો ભેગી કરે અને તેના વિકાસ માટે એક્શન પ્લાન બનાવીને આપે. સાથે સાથે આર્થિક બાબતોનું અને સમયનું પણ ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખે.

સીએમ યોગીએ તમામ વિભાગોને 10 સેક્ટરમાં વિભાજીત કરી તેના અનુસાર તમામ પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું છે. એક સપ્તાહ પછી તમામ પ્રોજેક્ટ રિપોર્ટનું એનાલિસિસ કરી અને આગળનો નકશો ખુદ સીએમ યોગી તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગીએ મંગળવારે શાસનના તમામ વિભાગોમાં 100 દિવસનું પ્રેઝન્ટેશન જોયું. મુખ્ય સચિવ દુર્ગાશંકર મિશ્રાએ તમામ વિભાગનો સમન્વય કરી જુદી જુદી યોજનાઓ તેમની સમક્ષ રજૂ કરી હતી. આ કાર્ય બાબતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે રાજ્ય અને અર્થવ્યવસ્થાને નંબર વન બનાવવાનું તેમનું લક્ષ્ય છે અને તેના માટે જ તેઓ પાયાથી એક રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. સીએમ યોગીએ મંત્રીઓ અને અધિકારીઓને જે પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આપ્યા છે તેમાં સૌથી વધારે જનતાની સુવિધા કેન્દ્રમાં રાખવા માટે કહ્યું છે.

વિભાગના નામની યાદી

કૃષિ ઉત્પાદન: કૃષિ, માર્કેટિંગ, સંશોધન, બાગાયત, શેરડી, પશુધન, રેશમ ઉછેર, સિંચાઈ-જળ સંસાધનો, સહકારી સંસ્થાઓ.

ઔદ્યોગિક વિકાસ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, MSME, ઉર્જા, IT અને ઈલેક્ટ્રોનિક્સ, નાગરિક ઉડ્ડયન, PWD, ખાદી અને ગ્રામોદ્યોગ, સંસ્થાકીય નાણા.

સામાજિક સુરક્ષા: સમાજ કલ્યાણ, મહિલા કલ્યાણ, વિકલાંગ વ્યક્તિઓનું સશક્તિકરણ, અન્ય પછાત વર્ગો, લઘુમતી કલ્યાણ અને વકફ, ​​શ્રમ, ખોરાક અને લોજિસ્ટિક્સ.

આરોગ્ય: આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, તબીબી શિક્ષણ, આયુષ, બાળ વિકાસ અને પોષણ, ખોરાક અને દવા વહીવટ.

ગ્રામીણ વિકાસ: ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, નમામી ગંગે અને પાણી પુરવઠો, મહેસૂલ અને ગ્રામીણ એન્જિનિયરિંગ.

શહેરી વિકાસ: આવાસ અને શહેરી આયોજન, શહેરી વિકાસ, પર્યાવરણ અને જંગલો.

પ્રવાસન અને સંસ્કૃતિ: સંસ્કૃતિ, પર્યટન, સખાવતી કાર્ય, માહિતી અને ભાષા.

શિક્ષણ: મૂળભૂત શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, રમતગમત અને યુવા કલ્યાણ.

આવક: GST, કર અને નોંધણી, આબકારી, પરિવહન, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ.

વિવિધ ક્ષેત્રો: ગૃહ, સચિવાલય વહીવટ, કર્મચારી અને હોમગાર્ડ્સ.

આ પણ વાંચો : અલ કાયદાના નેતા અલ-જવાહિરીએ ભારતની હિજાબ ગર્લ મુસ્કાન ખાનને કહ્યું ‘બહેન તમે મારૂ દિલ જીતી લીધુ’

આ પણ વાંચો :પંજાબની જીત બાદ હિમાચલ પ્રદેશમાં AAPની એન્ટ્રી, આજે મંડીમાં કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો

આ પણ વાંચો :ભાજપની નબળી કઈ કડીઓ વટાવવા ‘આપ’ની બાજનજર

આ પણ વાંચો :સચિવાલયના ગેટ આગળ વિદ્યા સહાયકોનો હલ્લા બોલ, સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઇ