Vaccine/ મેં હમણાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલે મુકવી કોરોના રસી

Gujarat Others Trending

ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના રસીનો બીજો તબક્કો શરુ થી ગયો છે. જેમાં 60 વર્ષથી ઉપરની વય જૂથના લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલે રસી મુકવી છે. તેમને જણાવ્યું હતું કે, મેં આજે કોરોનાની રસી મુકવી છે. હું લોકો ને અપીલ કરું છું કે બધા પોતાનો વાર આવે ત્યારે કોરોના રસી અવશ્ય મુકાવે. જેથી આપણે બધા સુરક્ષિત રહીએ.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, મેં રસી લીધી છે. અને તેની કોઈ આડઅસર થઈ નથી. મારો આગ્રહ છે કે કોરોના થી મુક્તિ પામવા તમામે રસી લગાવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલા રસીકરણના બીજા તબક્કામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના રસી મુકવી છે. આજે બપોર બાદ તેમને હોસ્પિટલ પહોચી રસી મુકાવી છે.  બપોરે તેઓ ભાવનગરથી પરત આવ્યા હતા અને સીધા જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ વકેસીન લેવા માટે પહોચ્યા હતા.

તો સાથે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને હાલમાં દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પણ કોરોના રસી મુકવી છે. તેમને દમણની હોસ્પિટલમાં કોરોના વેક્સિન મુકાવી છે. તેમના રસીકરણ સમયે તેમનીસાથે કલેક્ટર રાકેશ મીનહાસ,આરોગ્ય નિર્દેશક હાજર રહ્યા હતા.