બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કર આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે તેના પતિ રોહનપ્રીતસિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. નેહા સાથે ફોટો શેર કરવા સાથે તેણે પોતાના હૃદયની વાત પણ જણાવી છે. તેણે કહ્યું કે તે નેહાને દરેક ખુશી આપશે.
રોહનપ્રીતે કર્યું વિશ
નેહા સાથે ફોટો શેર કરતા રોહનપ્રીતે કેપ્શનમાં લખ્યું – “હે મારી પ્યારી ક્વીન નેહા કક્કર. આજે તમારો જન્મદિવસ છે. મારે કહેવું છે કે હું તમારી સંભાળ રાખું છું તેના કરતા વધારે કાળજી રાખીશ, દરેક એક દિવસે. તમે મને દરેક રીતે પ્રેમ કરો છો. હું વચન આપું છું કે હું પણ તમને દરેક ખુશીઓ આપીશ. હું તારો પતિ બનીને ગૌરવ અનુભવું છું. હું આપણી જીંદગીની દરેક ક્ષણે તને પ્રેમ કરવાનું વચન આપું છું. જન્મદિવસની શુભેચ્છા માય લવ. ‘
આ પણ વાંચો :દિલ્હી હાઈકોર્ટે 5G ટેકનોલોજી મામલે જુહી ચાવલાની અરજી ફગાવી, પબ્લિસિટી સ્ટંટ ગણાવતા 20 લાખનો દંડ
https://www.instagram.com/p/CPwx8GKng9G/?utm_source=ig_web_copy_link
ઓક્ટોબર 2020 માં નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રોહન અને નેહા ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને એક બીજા પર પ્રેમનો વરસાદ વરસાવતા જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે નેહાનો જન્મદિવસ છે ત્યારે પતિએ પત્નીને રોમેન્ટિક ફોટો સાથે અદભૂત કેપ્શન લખીને શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો :પર્લ વી પુરીથી લઈને આ કલાકારો પર લગાવવામાં આવ્યા છે દુષ્કર્મના આરોપ …..
વિશેષ દિવસે રોહનપ્રીત તેની પત્નીને જે રીતે વચન આપ્યું છે તે નેહાને તો પસંદ આવશે જ, પરંતુ ગાયકના ચાહકોને રોહનની આ શૈલી પસંદ આવી છે. રોહનની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો આ પોસ્ટ પર ખુબ જ લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે.
નેહા અને રોહને સાથે મળીને કેટલાક ગીતો પણ ગાયાં છે. લગ્ન પહેલા પણ નેહાએ રોહન સાથે એક ગીત ગાયું હતું, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવ્યું હતું.
આ પણ વાંચો :યામી ગૌતમએ આ ફિલ્મ નિર્દેશક સાથે ચુપચાપ કરી લીધા લગ્ન, ચાહકોને મોટો આંચકો… કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક…!
