દુનિયામાં પોતાના લાભ માટે લોકો સગા માતા-પિતાને પણ તરછોડી દેતા હોય છે. આવા લોકો તમને ડગલે ને પગલે મળી જશે. અન્ય લોકોનો ભોગ લઇને પોતાનો ફાયદો જોનારા લોકોની કોઇ ખોટ દુનિયાભરમાં નથી, પણ શું તમે ક્યારે સાંભળ્યુ કે એક મોટા લાભ માટે કોઇ શખ્સ પોતાના જ શરીરનાં અંગને નુકસાન પહોંચાડે? અહી અમે તમને એક એવા શખ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેણે આ કામ કર્યુ છે.

આ પણ વાંચો – Political / જે નિવેદન કંગનાએ આપ્યું જો આવુ કોઇ મુસ્લિમે આપ્યું હોત તો તે દેશદ્રોહી બની ગયો હોત : ઓવૈસી
આ મામલો હંગેરીનાં Nyircsaszari નો છે, જ્યાથી એક એવો મામલો આવ્યો છે જેણે સ્થાનિક કોર્ટને પણ ચોંકાવી દીધા છે. જણાવી દઇએ કે, વીમાનાં પૈસા અને વળતર મેળવવા માટે એક વ્યક્તિએ એવું કાવતરું ઘડ્યું કે બધા દંગ રહી ગયા. તેણે ટ્રેનનાં પાટા પર સૂઈને તેના બંને પગ કાપી નાખ્યા, જેથી તેને વીમાની રકમ મળી શકે. તમને જણાવી દઈએ કે, વ્યક્તિએ એક-બે નહીં પણ 14 વીમા પોલિસી લીધી હતી. પરંતુ ઘણા વર્ષો પછી પણ તેને 23 કરોડનો વીમો મળી શક્યો નહી. મીડિયા અહેવાલો અનુસાર, આ મામલો હંગેરીનાં Nyircsazari નો છે, જ્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, સેન્ડોર (Sandor Cs) નામની વ્યક્તિએ £2.4 મિલિયન (આશરે 23 કરોડ 97 લાખ રૂપિયા) વીમાની ચૂકવણી અને વળતર મેળવવા માટે ઈરાદાપૂર્વક ટ્રેનની સામે સૂઇ ગયો હતો. આ ઘટના વર્ષ 2014 ની છે. આ ચોંકાવનારી ઘટનામાં 54 વર્ષીય સેન્ડરે તેના બન્ને પગ ગુમાવ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ અંગોનો ઉપયોગ કરી રહ્યો છે અને વ્હીલચેરનાં સહારે છે. પગ ગુમાવ્યા પછી, સેન્ડરે પૈસા મેળવવા માટે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો, પરંતુ તેની યુક્તિ પકડાઈ ગઈ.

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં
આપને જણાવી દઇએ કે, સેન્ડરે તેના પગ ગુમાવ્યા તે દિવસનાં થોડા સમય પહેલા, તેણે એક કે બે નહી પણ 14 ઉચ્ચ જોખમી જીવન વીમા પોલિસી લીધી હતી. જ્યારે વીમા કંપનીઓને આ અંગેની જાણ થઈ તો તેમને શંકા ગઈ. તેમણે દાવો ચૂકવવામાં વિલંબ કર્યો, જેનાથી ગુસ્સે થઈને સેન્ડર કોર્ટમાં ગયો. કોર્ટમાં સુનાવણી દરમિયાન વીમા કંપનીઓ અને સેન્ડરે પોતપોતાની વાત રાખી હતી. સેન્ડરે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેણે નાણાકીય સલાહ મેળવ્યા બાદ નક્કી કર્યું કે વીમા પોલિસી પરનું વળતર બચત ખાતા કરતાં વધુ સારું છે. તેથી જ તેણે પોલિસી લીધી. સેન્ડરનું કહેવું છે કે કાચના ટુકડા પર લપસીને તેણે પોતાનો કાબૂ ગુમાવ્યો અને ટ્રેનનાં પાટા પર પડી ગયો. આ અકસ્માતમાં તેના બન્ને પગ કપાઈ ગયા હતા. જો કે, સાત વર્ષ સુધી ચાલેલી તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે તે ઈન્સ્યોરન્સનાં પૈસા મેળવવા ઈરાદાપૂર્વક ટ્રેનની સામે સૂઈ ગયો હતો. અંતમાં જ્યારે સેન્ડરની પૈસા મેળવવાની યુક્તિ બહાર પડી ગઇ તે બાદ કોર્ટ પણ ચોંકી ગઇ હતી, કે કોઇ શખ્સ પૈસા મેળવવા માટે આવુ પણ કરી શકે છે.
