બપોરના એકાદ વાગ્યાના સુમારે ધ્રાંગધ્રાના આનંદભાઇ હસમુખભાઇ પટેલ ધ્રાંગધ્રા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી રોકડા રૂ. 6 લાખ ઉપાડી બેંક બહાર આવી પાર્ક કરેલી પોતાની કારમાં બેસવા જતા હતા. ત્યારે એક દાઢીવાળો અજાણ્યો ઇસમ આનંદભાઇ હસમુખભાઇ પટેલની એકદમ નજીક આવી રોકડા રૂ. છ લાખની લૂંટ કરવાના ઇરાદે ઝપાઝપી કરી લૂંટની કોશીષ કરતા આનંદભાઇએ પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથીયાર એવા છરીથી હુમલો કરી જમણા હાથના બાવડા ઉપર ઇજા કરી દેકારો થતાં આરોપી નાસી છૂટ્યો હતો. જે અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જિલ્લામાં બનતા ખુન, ખુનની કોશીષ, લૂંટ, ધાડ કે ઘરફોડ ચોરીના ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને તાત્કાલિક પકડવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરીને ખાસ સૂચના આપી હતી. ત્યારે ગત તા. 18/08/2021ના બપોરના એકાદ વાગ્યાના સુમારે ધ્રાંગધ્રાના આનંદભાઇ હસમુખભાઇ પટેલ ધ્રાંગધ્રા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી રોકડા રૂ. 6 લાખ ઉપાડી બેંક બહાર આવી પાર્ક કરેલી પોતાની કારમાં બેસવા જતા હતા. ત્યારે એક દાઢીવાળો અજાણ્યો ઇસમ આનંદભાઇ હસમુખભાઇ પટેલની એકદમ નજીક આવી રોકડા રૂ. છ લાખની લૂંટ કરવાના ઇરાદે ઝપાઝપી કરી લૂંટની કોશીષ કરતા આનંદભાઇએ પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથીયાર એવા છરીથી હુમલો કરી જમણા હાથના બાવડા ઉપર ઇજા કરી દેકારો થતાં આરોપી નાસી છૂટ્યો હતો. જે અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરીની સૂચના મુજબ પીએસઆઇ વી.આર.જાડેજા અને એલસીબીના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાની વીઝીટ કરી જુદા-જુદા લોકોની અને શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરવાની સાથે ગુન્હાવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ટેકનિકલ સોર્સિંગ અને હ્યુમન સોર્સથી કવાયત હાથ ધરી હતી.
આ ગુનામાં અસ્લમ ઉર્ફે અસ્લો શાઉદીનભાઇ મુસલમાન, રહે- સુરેન્દ્રનગર સુધારા પ્લોટવાળો પાછલા કેટલાક દિવસોથી લપાતો છુપાતો ફરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઇસમને આજ રોજ સુરેન્દ્રનગર અજરામર ટાવર પાસેથી દબોચી લીધો હતો અને આરોપીને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસને સોંપી આરોપીનો કબ્જો મેળવવા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, વાજસુરભા, ભુપેન્દ્રકુમાર, જુવાનસિંહ, નિકુલસિંહ, ચમનભાઇ, અનિરુદ્ધસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો.
