Ukraine Russia War/ UNGAમાં 141 દેશોએ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું,ભારતે મતદાન ન કર્યુ

આ વોટિંગ દરમિયાન 141 દેશોએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું, જ્યારે 5 દેશોએ રશિયાનું સમર્થન કર્યું. આ વોટિંગમાં 35 દેશો ગેરહાજર રહ્યા હતા.

Top Stories World

યુએન જનરલ એસેમ્બલીએ યુક્રેનમાં રશિયન આક્રમણને તાત્કાલિક સમાપ્ત કરવાની અને તમામ રશિયન દળોને પાછા ખેંચવાની માંગ કરતા ઠરાવ પર મતદાન કર્યું હતું. આ વોટિંગ દરમિયાન 141 દેશોએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું, જ્યારે 5 દેશોએ રશિયાનું સમર્થન કર્યું. આ વોટિંગમાં 35 દેશો ગેરહાજર રહ્યા હતા. ભારતે પણ મતદાનમાં ભાગ લીધો ન હતો. યુરોપના આર્થિક રીતે સમૃદ્ધ દેશોથી લઈને પેસિફિકના નાના ટાપુના દેશ સુધીના ઘણા દેશોએ યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે.

ક્યુબા અને ઉત્તર કોરિયા સહિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઈમરજન્સી સત્રમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કેટલાક સમર્થકો પણ છે. આ સિવાય સુરીનામ અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક દેશોએ ડ્રાફ્ટ રિઝોલ્યુશન પર કોઈ સ્ટેન્ડ નથી લીધું અને સંકટના કાયમી ઉકેલ માટે સમાધાન અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે.

સુરક્ષા પરિષદના ઠરાવોથી વિપરીત, જનરલ એસેમ્બલીનો ઠરાવ કાયદેસર રીતે બંધનકર્તા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય વલણને પ્રતિબિંબિત કરે છે. મંગળવારની રાત સુધીમાં, દરખાસ્તમાં 94 સહ-પ્રાયોજકો હતા. આમાં અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા ઘણા દેશોનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્રના રાજદ્વારીઓ માટે આશ્ચર્યજનક છે.