કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગને લઇને છેલ્લા 73 દિવસથી દિલ્હીની જુદી જુદી સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. દરમિયાન, દિલ્હી-હરિયાણાની ટીકરી બોર્ડર પર મોડી રાત્રે એક ખેડૂતે ગળેફાંસો ખાઇ લીધો હોવાનું સામે આવ્યું છે. મરતા પહેલા મૃત ખેડૂત કર્મબીરે એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમણે કેન્દ્ર સરકારના નબળા વલણ વિશે લખ્યું છે.
કર્મબીરે સુસાઇડ નોટમાં લખ્યું છે – ભારતીય ખેડૂત સંઘ જિંદાબાદ. પ્રિય ખેડૂત ભાઈઓ, આ મોદી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે, આ કાળા કાયદાઓ ક્યારે રદ થશે તેનો ખ્યાલ નથી. જ્યાં સુધી આ કાળા કાયદા રદ ન થાય ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ.

આપને જણાવી દઈએ કે કર્મબીર (52) હરિયાણાના જીંદ જિલ્લાના સિંઘવાલ ગામનો રહેવાસી હતો. ગત રાત્રે, તે તેના ગામથી સરહદની સીમમાં પહોંચ્યો હતો. કર્મબીરને ત્રણ પુત્રી છે. જેમાં એક પુત્રી પરિણીત છે. જો કે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે ખેડૂત જય ભગવાનને થોડા દિવસો પહેલા સરહદ પર ઝેર પી લીધું હતું. ખેડૂતને ગંભીર હાલતમાં સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જય ભગવાને ઝેર પીતા પહેલા દેશવાસીઓને પત્ર લખ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
