ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી છે. ICC એ સોમવારે આની જાહેરાત કરી હતી. તેમનો મુકાબલો ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ, દક્ષિણ આફ્રિકાની લિઝેલ લી અને આયર્લેન્ડની ગેબી લેવિસ સામે થયો હતો. જો કે, મંધાનાએ આ બધું પાછળ છોડી દીધું અને એવોર્ડ જીતી લીધો છે.
આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાનાં આ ખેલાડીએ ફોટો શેર કરતા લખ્યું- જય શ્રી રામ, પોસ્ટ વાયરલ
આ ભારતીય બેટ્સમેને ગયા વર્ષે કુલ 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આટલી મેચોમાં સ્મૃતિએ 38.86ની એવરેજથી 855 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. સ્મૃતિએ ગયા વર્ષે રમતનાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી હતી અને તેથી જ ICC એ તેને રચેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી માટે પસંદ કરી છે. મંધાનાની ગણના ભારતનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે અને તેણે વર્ષ-દર-વર્ષે તેના પ્રદર્શનથી તેનું મહત્વ વધાર્યું છે. 25 વર્ષીય ડાબોડી બેટ્સમેને વર્ષ 2021માં 22 આંતરરાષ્ટ્રીય મેચોમાં 38.86ની એવરેજથી 855 રન બનાવ્યા હતા. ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્ષ 2021માં કંઈ ખાસ કરી શકી નથી, પરંતુ સ્મૃતિ મંધાનાએ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
A year to remember 🤩
Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏
More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT
— ICC (@ICC) January 24, 2022
આ પણ વાંચો – Video / ધોનીનો આ વીડિયો જોઇ તમે પણ માથું ખંજવાળવા લાગશો, ટ્રેનથી પણ ઝડપી દોડતો જોવા મળ્યો માહી
દક્ષિણ આફ્રિકાની T20 અને ODIમાં સ્મૃતિ મંધનાએ શાનદાર બેટિંગ કરી હતી. સીરીઝની બીજી ODIમાં મંધનાએ 158 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે 80 રનની અણનમ ઈનિંગ રમી હતી. મંધનાએ ઈંગ્લેન્ડ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી એકમાત્ર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 78 રન બનાવ્યા હતા.
