IPL 2021/ ઈશાન કિશને અબૂધાબીમાં મચાવ્યું તોફાન, બનાવ્યો આ રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ સામે 25 બોલમાં અણનમ 50 રન બનાવનાર ઈશાન કિશને હૈદરાબાદ સામે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

Sports
ઈશાન કિશન

IPL 2021 ની 55 મી મેચમાં અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમમાં ગઇ કાલે રમાઈ રહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બોલિંગ કરવા માટે બહાર આવ્યું. ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે મુંબઈ માટે ઓપનિંગ માટે ઉતર્યો હતો. પાવરપ્લે પૂરો થાય તે પહેલા જ કિશને 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

આ પણ વાંચો – Cricket / ભારતનાં PM મોદી જ્યારે ઇચ્છે ત્યારે PCB ને કરી શકે છે બરબાદઃ રમીઝ રાજા

મુંબઈ ઈન્ડિયન્સનાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ચાલી રહેલી મેચમાં પોતાની ધમાકેદાર બેટિંગથી ચાહકોનાં દિલ જીતી લીધા હતા. IPL 2021 નાં UAE લીગમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા આ યુવા બેટ્સમેને છેલ્લી બે મેચમાં નોંધપાત્ર વાપસી કરી છે. રાજસ્થાન રોયલ્સ સામે 25 બોલમાં અણનમ 50 રન બનાવનાર ઈશાન કિશને હૈદરાબાદ સામે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

IPL માં સૌથી ઝડપી અર્ધશતક-
14 બોલ – 2018 માં કેએલ રાહુલ vs દિલ્હી કેપિટલ્સ
15 બોલ – 2014 માં યુસુફ પઠાણ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
15 બોલ – 2017 માં સુનીલ નારાયણ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
16 બોલ – 2014 માં સુરેશ રૈના vs પંજાબ કિંગ્સ
16 બોલ – 2021 માં ઇશાન કિશન vs સનરાઇઝર્સ હૈદરાબાદ

આ પણ વાંચો – T20 World Cup 2021 / ટીમ ઇન્ડિયા જોવા મળશે નવી જર્સીમા, જાણો ક્યાં દિવસે લોન્ચ થશે નવી જર્સી

આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈનાં બંને ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશન શુક્રવારે એક અલગ માનસિકતા સાથે મેદાનમાં ઉતર્યા હતા. ઈનિંગ્સની બીજી ઓવરમાં કિશને વિરોધી બોલર સિદ્ધાર્થ કૌલની બોલિંગમાં સતત ચાર ચોક્કા ફટકારીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. આપને જણાવી દઈએ કે, પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 171 થી વધુનાં માર્જિનથી જીતવાની જરૂર હતી કારણ કે તેઓ નેટ રન રેટનાં મામલામાં KKR કરતા ઘણા પાછળ હતા. જો કે ટીમ પ્લેઓફમાં આવી શકી નહી. પરંતુ આ મેચમાં ઈશાન કિશને 84 રનની શાનદાર ઇનિંગ દરમિયાન 11 ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા.