જમ્મુ-કાશ્મીર / અનંતનાગમાં સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકી હુમલો, 3 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સેના પર હુમલો કરવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ અનંતનાગના બિજબેરા વિસ્તારમાં સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે.


જમ્મુ-કાશ્મીરમાં સેના પર હુમલો કરવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ અનંતનાગના બિજબેરા વિસ્તારમાં સૈન્યની રોડ ઓપનિંગ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે.

માહિતી અનુસાર, અનંતનાગના શામ્શીપુરા નજીક શ્રીનગર-જમ્મુ હાઇવે પર આતંકીઓએ 24 આરઆરની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું કે આતંકીઓએ સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેના જવાબમાં ત્યાં હાજર સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું. જો કે, આતંકવાદીઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ સૈનિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે એક જવાનની હાલત ગંભીર છે. સેનાએ આ વિસ્તારમાં ઘેરો પાડતા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો


More Stories


Top Stories

Photo Gallery

Entertainment