સુરેન્દ્રનગર / લક્ષ્મીસરના સરપંચના પરિવારે સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન હડપી લીધી હોવાની રાવ કરાઈ

સરપંચના સસરા સલમાન બાબરીયાએ આ જમીન ઉપર જિઓ કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરાવી આર્થિક લાભ ખાટવાનું શરૂ કરી દીધું હતું

Reporter Name: સચિન પીઠવા સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામના સરપંચના પરિવારે સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન હડપી લીધી હોવાની રાવ ઉઠતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સરપંચના સસરાએ સરકારી જમીન પર મોબાઈલ ટાવર ઊભો કરી આર્થિક લાભ ખાટી રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ મામલતદારને આવેદન આપી યોગ્ય તપાસની માગ કરી છે.
લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામના સરપંચના સસરાએ સરકારી જમીન પર ખોટા પુરાવા ઊભા કરી દસ્તાવેજ કરાવી લીધો હોવાની રાવ સાથે ગ્રામજનો તાલુકા સેવા સદન ખાતે ધસી આવ્યા હતા. મામલતદાર આર.એલ.ચૌહાણને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે લક્ષ્મીસર ગામના સરપંચ ઝોહરાબેન ગુલામહુસેન બાબરીયા સત્તાનો દુરુપયોગ કરી તેમના સાસુ હુસેનાબેન સલમાનભાઈ બાબરીયાના નામે ખોટા પુરાવા ઊભા કરી સરકારી નિગમની 450 ચો.મી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો.

ત્યારબાદ સરપંચના સાસુએ તેમના પતિ સલમાન ગનીભાઈ બાબરીયાને 225 ચો.મી. અને ભરત લક્ષ્મણભાઈ પરમારને 225 ચો.મી અડધી-અડધી જમીન વહેંચી દીધી હતી.સરપંચના સસરા સલમાન બાબરીયાએ આ જમીન ઉપર જિઓ કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરાવી આર્થિક લાભ ખાટવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે હુસેનભાઈ બાબરીયાએ જણાવ્યું હતું કે મેં લીંબડી મામલતદાર, ના.કલેક્ટરથી લઈ કલેક્ટર કચેરી સુધી ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચીટનીશ ટુ ધી કલેક્ટર એ.પી.ચૌધરીએ 30 જૂને લીંબડી ના.કલેક્ટરને લેખિત જાણ કરી મારી અરજી વિશે તપાસ કરવા જણાવ્યું હતું.

સરપંચના સસરા સલમાન બાબરીયાએ આ જમીન ઉપર જિઓ કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરાવી આર્થિક લાભ ખાટવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે હુસેનભાઈ બાબરીયાએ જણાવ્યું હતું કે મેં લીંબડી મામલતદાર, ના.કલેક્ટરથી લઈ કલેક્ટર કચેરી સુધી ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચીટનીશ ટુ ધી કલેક્ટર એ.પી.ચૌધરીએ 30 જૂને લીંબડી ના.કલેક્ટરને લેખિત જાણ કરી મારી અરજી વિશે તપાસ કરવા જણાવ્યું હતું. પરંતુ મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી તપાસ પણ થઈ નથી. જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો સરકારી જમીનનો આર્થિક લાભ ખાટવા કરાયેલા દસ્તાવેજમાં સામેલ અનેક લોકોના બાવડા બંધાવાની શક્યતા છે


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment