ગણેશ ચતુર્થી/ મહેમદાવાદનું સિદ્વિવિનાયક મંદિર સત્ માટે જાણીતું છે,ગણેશ ચતુર્થીએ ભક્તોનું ઘોડાપુર

આ સિદ્વિવિનાયક મંદિરમાં રોજ સાંજે 108 દીવાની આરતી કરવામાં આવે છે ,આરતીમાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આરતીમાં સામેલ થવા આવે છે

Top Stories
સિદ્વિવિનાયક

સિદ્વિવિનાયક મંદિર મુંબઇમાં નહીં પણ ગુજરાતમાં પણ છે , મહેમદાવાદ શહેરએ ઐતિહાસિક નગર તરીકે જાણીતું છે, હવે બાપાના નામથી પણ ખ્યાતિ પામેલું શહેર બની ગયું છે. હા આજે વાત કરી રહ્યા છે મહેમદાવાના વાત્રક નદી કિનારે બિરાજમાન સિદ્વિવિનાયક મંદિરની. અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતર પર આ રમણીય અને સુંદર સિદ્વિવિનાયક મંદિર આવેલું છે, આ મંદિરમાં લાખો શ્રદ્વાળુઓ દર્શન કરવા આવે છે, આ મંદિર તેની આસ્થા માટે જગ મશહુર છે. અહીંયા ગણપતિ બાપા તમામની મનની મુરાદ પુરી કરે છે્ અને બધા માટે સંકટ મોચન બને છે જેના લીધે દૂર દૂરથી શ્રદ્વાળુઓ અહીંયા દર્શન માટે આવે છે.

મહેમદાવાદ સિદ્વિવિનાયક મંદિરમાં આ વર્ષે એટલે કે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રસાદ રૂપે કોરોના વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના નિયમોનું પાલન કરીને વેક્સિનેશનું આયોજન કરવામાં આવ્યું છે , લોકો પુરી શ્રદ્વા સાથે આવે છે અને વેકસિન પ્રસાદ રૂપે લઇ રહ્યા છે. દર વર્ષે લાખો શ્રદ્વાળુઓ બાપ્પાના દર્શેને આવે છે.

આ સિદ્વિવિનાયક મંદિરમાં રોજ સાંજે 108 દીવાની આરતી કરવામાં આવે છે ,આરતીમાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આરતીમાં સામેલ થવા આવે છે .આ મંદિરમાં એટલી સત છે કે ભકતો અહીયા આવી રહ્યા છે. સંકટમોચન તમામ લોકોની મનોકામના પુરી કરે છે.

ગણપિતના મંદિરની વાત કરીએ તો મહેમદાવાદ વાત્રક નદી કિનારે 2011 માં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ,અને 2014માં બાપ્પાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ગણપતિનું આ મંદિર 22 વીઘામાં ફેલાયેલું છે, 120 ફુટ પરિસરમાં 80 ફુટ ઉંડાઇ અને 83 ફુટ ઉંચાઇ પર ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્વ પુરોહિતે મંતવ્ય વેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા માતાશ્રી ડાહીબા ભગવાન ગણપતિના પરમ ભકત હતા તે મુંબઇમાં સિદ્વિવિનાયક મંદિરમાં નિયમિત દર્શને જતા હતા, તેમની એક મહેચ્છા હતી કે મુંબઇમાં સિદ્વિવિનાયક છે તો ગુજરાતમાં કેમ નહી ? તેમની ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે ગુજરાતમાં સિદ્વિવિનાયક મંદિર સ્થાપના કરવાનું વિચાર્યું ,મારા આ વિચારને ગણપતિ દાદાએ પૂર્ણ કર્યું અને આજે સિદ્વિવિનાયક મંદિર ગુજરાતમાં પણ છે.

સિદ્વિ વિનાયક મંદિરમાં રાષ્ટ્રીયતા અને સામાજિક પ્રવૃતિ પણ કરવામાં આવે છે , 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્ધ્વજ ફરકાવવામાં આવે છે ,જયારે સામાજિક વાત કરીએ તો સ્કૂલના બાળકોને પ્રસાદ રૂપે સ્કૂલ બે્ગ ,પેન્સિલ બોક્સ,નોટબક ,પુસ્તક આપવામાં આવે છે આ સાથે તમામ ધાર્મક તહેવાર પણ ઉજવવામાં આવે છે રથયાત્રા ,નવરાત્રિ અને દશેરામાં રાવણ દહન પણ અહીંયા કરવામાં આવે છે.

રાજ્યમાં સિદ્વિવિનાયક મંદિર તેના સત માટે ખુબ જાણીતું છે પહેલા વર્ષે એટલે કે 2014માં 5 લાખ લોકો દર્શન માટે આવ્યા હતા અને આ શ્રદ્વાળુઓ સતત અવિરત રીતે વધી રહ્યા છે. આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે  અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.

ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ