Not Set/ રક્ષા મંત્રાલયે ‘પ્રોજેક્ટ-75 ઈન્ડિયા’ અંતર્ગત 6 સબમરીન માટે ભારતીય નૌકાદળનાં પ્રસ્તાવને આપી મંજૂરી

શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતીય નૌકાદળ માટે આશરે 43 હજારકરોડનાં ખર્ચે છ અદ્યતન સબમરીન બનાવવાની મંજૂરી આપી છે.

Top Stories India

શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતીય નૌકાદળ માટે આશરે 43 હજાર કરોડનાં ખર્ચે છ અદ્યતન સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. 6 પરંપરાગત આધુનિક સબમરીનની ઉપલબ્ધિ સાથે, ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો થશે.

રાજકારણ / ડોક્ટર્સને માત્ર કોરોનાથી જ નહી પણ ભાજપ સરકારની નિર્દયતાથી બચાવવાની જરૂરઃ રાહુલ ગાંધી

મોદી સરકારે હંમેશા દેશની સરહદોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપ્યું છે. મોદી સરકારમાં, સંરક્ષણ મંત્રાલયનું બજેટ જ વધારવામાં આવ્યું નથી પણ સશસ્ત્ર દળો માટે શ્રેષ્ઠ હથિયારોની જોગવાઈ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત ભારતીય વાયુસેનાને વિશ્વનું સૌથી ઝડપી ફાઇટર એરક્રાફ્ટ રફાલ મળી શકે છે. તો ભારતીય સૈન્ય પણ તમામ અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ છે. હવે કેન્દ્ર સરકારે ભારતીય નૌકાદળને વધુ શક્તિશાળી બનાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય નૌકાદળને ટૂંક સમયમાં 6 પરંપરાગત સબમરીન મળવાની છે. જેના કારણે તેની તાકાતમાં વધારો થશે અને કોઈ સમુદ્ર દ્વારા ભારતને પડકારવાની હિંમત કરશે નહીં. સંરક્ષણ મંત્રાલયે આજે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતીય નૌકાદળનાં ‘પ્રોજેક્ટ-75-ઈન્ડિયા’ અંતર્ગત 6 પરંપરાગત સબમરીન માટે ટેન્ડર જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ભારતીય નૌસેનાએ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 75 ની 6 સબમરીન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેની કિંમત 50 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. હવે નેવીએ તમામ વિદેશી વિક્રેતાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે જેમણે આ મેગા ઇવેન્ટમાં ભાગ લેવા રસ દાખવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભારતીય નેવી પ્રોજેક્ટ 75 હેઠળ આવા 6 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન બનાવવા માંગે છે, જે હાલમાં મુંબઇનાં મેઝાગોન ડોકયાર્ડ્સ લિમિટેડમાં બનાવવામાં આવેલી સ્કોર્પિન સબમરીન કરતા 50 ટકા મોટી છે.

જમીન હડપવાનો આરોપ / રાકેશ ટિકૈત પર ભૂમાફિયા હોવાનો આરોપ, પીડિતાએ CM યોગીને ન્યાય માટે કરી અપીલ

નૌસેનાએ પ્રસ્તાવ મૂક્યો છે કે આ સબમરીન 500 કિ.મી.ની રેન્જવાળી મિસાઇલોથી સજ્જ છે. ભારતીય નૌકાદળની સૂચના મુજબ સબમરીન ઓછામાં ઓછી 12 લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલ્સ (LACM) અને હેવી રેન્જ ફાયરપાવરથી એન્ટી શિપ ક્રુઝ મિસાઇલ્સ (ASCM) થી સજ્જ હોવી જોઈએ. નૌસેનાએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે સબમરીન સમુદ્રમાં 18 હેવીવેઇટ ટોર્પિડોઝને લઇ જવા માટે અને લોન્ચ કરવામાં સક્ષમ હોવુ જોઈએ. સબમરીનની આગામી જનરેશન માટે સ્કોર્પિન કરતા ઘણી વધારે ફાયરપાવરની જરૂર પડશે. ભારતીય નૌકાદળ પાસે હાલમાં 140 થી વધુ સબમરીન અને સપાટીનાં યુદ્ધજહાજ છે, જ્યારે પાકિસ્તાની નૌકાદળની પાસે તેમાંથી માત્ર 20 જ છે. બીજી તરફ, હિંદ મહાસાગરમાં વિસ્તાર વધારી રહેલા ચીની નૌકાદળનો સામનો કરવા માટે ભારતીય નૌકાદળ પણ તૈયાર થઈ રહ્યું છે.