ટોક્યો ઓલિમ્પિક 2021ના 49 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનારી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ સાથે બુધવારે બોલિવુડ એક્ટર સલમાન ખાને મુલાકાત કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. ‘સુલતાન’ એક્ટરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીર શેર કરી હતી, જેમાં તે મીરાબાઈ ચાનૂને ભેટતો જોવા મળ્યો હતો. આ સિવાય તેણે કેપ્શનમાં સિલ્વર મેડલ જીતવા બદલ મીરાબાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પણ વાંચો : કરીના કપૂરે કહ્યું- પ્રેગ્નન્સી દરમિયાન કેવી હતી સેક્સ લાઇફ, સૈફ અલી ખાને કર્યો સપોર્ટ
સલમાને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે મીરાબાઈ ચાનૂને ગળે લગાવી હતી. અને કેપ્શનમાં લખ્યું હતું કે ઓલિમ્પિકમાં તેની જીત પર અભિનંદન. સુલતાનના એક્ટરે લખ્યું હતું કે સિલ્વર મેડલ વિજેતા @mirabai_chanu સાથે યાદગાર મુલાકાત, શુભકામના… હંમેશ માટે શુભેચ્છાઓ.
Happy for u silver medalist @mirabai_chanu .. lovely meeting with u … best wishes always! pic.twitter.com/KlrTU01xdv
— Salman Khan (@BeingSalmanKhan) August 11, 2021
તસવીરમાં સલમાન ખાને બ્લેક ટી-શર્ટ અને ગળાની ફરતે સ્ટોલ નાખ્યો હતો. તો મીરાબાઈએ પિંક ટી-શર્ટ પહેર્યું હતું અને કેમેરાની સામે જોઈને સ્મિત આપી રહી હતી.
આ પણ વાંચો :અંકિતા લોખંડેના પ્રેમીનો રોલ કરશે આ એક્ટર, પવિત્ર રિશ્તા 2 માં બતાવશે આવો લવ ઇન્ટરેસ્ટ
55 વર્ષના બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને આ તસવીર ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી. જેને મીરાબાઈએ રિ-ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે ‘આભાર @BeingSalmanKhan સર. હું તમારી મોટી ફેન છું અને મારા માટે તે સપનું પૂરું થવા સમાન હતું’. અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પણ મીરાબાઈએ સ્વીકાર્યું હતું કે, તે સલમાન ખાનની ફેન છે.
Thank you so much @BeingSalmanKhan sir. I am a big fan of you and it was like a dream come true for me. https://t.co/CjGEA5fCEU
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મીરાબાઈ ચાનુએ તેને મણિપુરી સ્કાર્ફ ભેટમાં આપ્યો હશે. કાળા હરણનું ચિત્ર તે સ્કાર્ફ પર છાપેલું દેખાય છે. તે પછી શું હતું, લોકોએ ભાઈજાની શાલ પર હરણની તસવીર જોઈ, ત્યાર બાદ તો સલમાન ખાનને ટ્રોલ કરવાનું શરૂ થઈ ચુક્યુ હતું.
https://twitter.com/srinwantudey/status/1425495283002224646?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1425495283002224646%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.iamgujarat.com%2Fentertainment%2Fbollywood%2Fsalman-khan-surprised-meets-mirabai-chanu-who-won-silver-medal-at-the-tokyo-olympics%2Farticleshow%2F85263673.cms
આ પણ વાંચો : મલાઈકા અરોરા દત્તક લેવા માંગે છે બાળકી, દીકરા સાથે કરી ચર્ચા
આપણે બધા જાણીએ છીએ કે કાળિયાર કેસમાં સલમાન ખાન બરાબરનો ફસાયેલો છે. આ અંગે, એક યુઝરે લખ્યું, ‘ભાઈની શાલ પર હરણ.’ બીજાએ લખ્યું, ‘આ ચિત્રમાં કંઈક જોયું?’ ત્રીજાએ લખ્યું, ‘ઘણા મેમ્સ હશે, હવે તેમના માટે ફરી જીવવું મુશ્કેલ બનશે.’ બીજાએ લખ્યું , ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન…. ખૂબ જ મજા આવી.
https://twitter.com/itzvrc/status/1425487963601838080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1425487963601838080%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.iamgujarat.com%2Fentertainment%2Fbollywood%2Fsalman-khan-surprised-meets-mirabai-chanu-who-won-silver-medal-at-the-tokyo-olympics%2Farticleshow%2F85263673.cms
સલમાન ખાનના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, તે જેક્લિન ફર્નાન્ડિઝ સાથે ‘કિક 2’માં જોવા મળવાનો છે. આ સિવાય તેની પાસેની કેટરીના કૈફ સાથેની ‘ટાઈગર 3’ છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં તે કેમિયો કરવાનો છે. તે બનેલી આયુષ શર્મા સાથે ફિલ્મ ‘અંતિમ’માં પણ જોવા મળશે.
આ અગાઉ એક્ટર અનુષ્કા શર્મા, અનિલ કપૂર અને અભિષેક બચ્ચન સહિતના કલાકારોએ મીરાબાઈ ચાનુને ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો :એક નહીં પરંતુ સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની છે બે હમશકલ, તમે પણ જુઓ
