અમદાવાદ શહેરમાં 13 વર્ષના સગીરને મામા અને માસીએ માર માર્યાની ઘટના સામે આવી છે.જેમાં મામાએ સગીરને હાથમાં લોખંડનો સળિયો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. 13 વર્ષના સગીરે એવું તો શું કર્યું કે, મામાએ સગીરને લોખંડનો સળિયો મારવો પડ્યો હતો.
આ પણ વાંચો :આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી
આ શહેરના સીટીએમ વિસ્તારની છે. જ્યાં આ વ્યક્તિ રહે છે અને ફર્નિચરનું કામ કરે છે. જેઓના 15 વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા.સંતાનમાં તેમને ત્રણ બાળકો છે. પત્ની લગ્ન બાદ અવારનવાર ફોન પર કોઈની સાથે વાતો કરતી હોઈ જેથી પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતો હતો. આ મામલે ફરિયાદી આશિષ ભાઈ કામ અર્થે ગયા ત્યારે પત્ની કોઈની સાથે વાત કરતી હતી. જેથી સંતાનએ તેના પિતાને ફોન કરીને આની જાણ કરી અને પોતે દાણીલીમડામાં નાનીના ઘરે મમ્મીની ફરિયાદ કરવા જતો હોવાનું જણાવ્યું હતું.
આ મામલે બાદમાં રાત્રે પુત્રએ પિતાને ફોન કર્યો અને કહ્યું કે, ‘હું નાનીના ઘરે ગયો ત્યાં મામા અને માસી બંને હાજર હતા. મેં મમ્મીને ફોન પર કોઈની સાથે વાતો કરવાની જાણ કરતા જ નાની ગુસ્સે થઈ ગયા અને મને ગંદી ગાળો આપી બહાર નીકળી જવા કહ્યું, જ્યારે મામા અને માસીએ ગડદાપાટુંનો માર માર્યો હતો.
આ પણ વાંચો :રાજુલામાં ખાખબાઇ ગામ નજીક માતાજી તરીકે ઓળખાતા સાધ્વીની હત્યા
આ દરમિયાન મામાએ લોખંડનો સળિયો લઈને હાથ પર માર્યો અને ધમકી આપી કે હવે તારી મમ્મીની ખોટી ફરિયાદ કરવા આવ્યો તો તને અને તારા પપ્પા બંનેને જાનથી મારી નાખીશ.’ ડરેલો કિશોર તરત રીક્ષામાં બેસીને ત્યાંથી ભાગી ગયો અને પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી. આ બાદ તેને એલ.જી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો જ્યાં તેનું ફ્રેક્ચર થયું હોવાનું જાણ થઈ હતી. ત્યાર બાદ આશિષ ભાઈએ સાસુ, સાળા તથા સાળી અને જેલર આર ડી શ્રીમાળી એવા સસરા વિરુદ્ધ દીકરાને માર મારવાની તથા ફોન પર ધમકાવવાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ફરિયાદી આશિષ ભાઈએ પણ આરોપ કર્યો છે કે, તેઓએ અગાઉ પણ આવા ઝગડા થતા અરજી કરી હતી.કોઈ ને કોઈ કારણોથી જેલર સસરા અને તેમનો પરિવાર તેઓને હેરાન કરી રહ્યો છે.ત્યારે તમામ આક્ષેપોને લઈ હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :દર્શન કરીને પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, વાન કન્ટેનરમાં ઘુસી જતાં 4 ના મોત
આ પણ વાંચો :ફિલ્મ જગતની અભિનેત્રી માધુરી દીક્ષિત ચાંપાનેર- પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે વડોદરા આવશે
આ પણ વાંચો :૧૦૮ ટીમના કર્મચારીઓની પ્રમાણિકતા, દર્દીના પરિવારજનોને રોકડ તેમજ મોબાઈલ કર્યા પરત
