સંદિપ નાહર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે સંદીપની પત્ની અને સાસુ ઉપર આત્મહત્યા કરવા બદલ ગુનો નોંધ્યો છે. સંદીપે પોતાના ફેસબુક પર શેર કરેલા વીડિયોમાં પત્નીના બદલાતા વર્તનને કારણે માનસિક આઘાતમાં હોવાનું ખુલ્યું હતું. જેના કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. આ વીડિયોના આધારે પોલીસે પત્ની કંચન શર્મા અને તેની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમના નિવેદનો નોંધ્યા છે.નોંધપાત્ર વાત એ છે કે, વીડિયો બહાર આવતાની સાથે જ પોલીસે લોકેશન શોધીને સંદીપ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ પહોંચી ત્યારે તેને સંદીપને માચડા પર લટકતો મળ્યો. 15 ફેબ્રુઆરીએ સંદીપની લાશ ગોરેગાંવ સ્થિત તેના ઘરેથી મળી હતી. સંદીપની અંતિમ વિધી પંજાબમાં કરવામાં આવશે.
નિધન / ગાંધી પરિવારના નિકટતમ કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપ્ટન સતીષ શર્માનું ગોવામાં નિધન
![]()
સંદીપે વીડિયોમાં આ વાત કહી હતી
આપઘાત પૂર્વે પ્રકાશિત થયેલા વીડિયોમાં સંદીપે કહ્યું હતું કે ‘તમે મને ઘણી ફિલ્મોમાં જોયો હશે. મેં એમએસ ધોનીમાં છોટુ ભૈયાની ભૂમિકા ભજવી હતી. આજે, આ વિડિઓ બનાવવાનો હેતુ એ છે કે જીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. મારી માનસિક પરિસ્થિતિ પણ સ્થિર નથી. તેનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. હું બે વર્ષથી આઘાતમાં છું. મેં પત્નીને વારંવાર સમજાવ્યું છે. 365 દિવસની ઝઘડાઓ, રોજ આત્મહત્યા વિશે વાત કરતાં તે ધમકી આપે છે કે કે હું મરી જઈશ અને તમને ફસાવીશ.
Election / ભાજપે અનેક જગ્યાઓ પર ખોટી રજૂઆતો કરી વિજય મેળવવાનો પ્રયત્ન કર્યો : રાજકોટમાં હાર્દિક પટેલનો શાબ્દિક પ્રહાર

વીડિયોમાં નાહરે કહ્યું કે, ‘હું અસ્વસ્થ છું, મારી પત્ની મારા પરિવાર સાથે દુર્વ્યવહાર કરે છે. માતાને ગાળો આપે છે. હું તેની સામે મારા પરિવારજનોના ફોન પણ ઉપાડી શકતો નથી. તે મારું નામ કોઈપણ સાથે જોડે છે. તેના શંકાશીલ સ્વભાવ મારી પાસે કોઈ સમાધાન નથી. આખો દિવસ ઝઘડો કરે છે, તે તાજેતરમાં જ ઘરેથી ભાગી ગઈ હતી. જે પછી મેં તેની શોધ શરૂ કરી હતી. તેની માતા તેને ટેકો આપે છે. કેસ કરવાની ધમકી આપે છે. ‘
TERROR / વિદેશી પ્રતિનિધિઓના પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં આતંકીઓનું ફાયરિંગ, 3 ની ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
