પોર્નોગ્રાફી કેસ / ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ, આજે થશે પુછપરછ

ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવેલા આ લોકોની આજે આ આખી ગેંગ વિશે પૂછપરછ કરવામાં..

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પોર્ન મૂવીઝ બનાવવા અને એપ્સ પર ગેરકાયદેસર રીતે અપલોડ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં છે. આ સમગ્ર બાબતમાં, રોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. આ સાથે જ રાજ કુંદ્રાના આ ધંધાનો ખુલાસો થતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. દરેકની પ્રતિક્રિયા બહાર આવી રહી છે. દરમિયાનમાં બીજો મોટો સમાચાર સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે અભિનેત્રી ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવેલા આ લોકોની આજે આ આખી ગેંગ વિશે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો :રાજ કુંદ્રાની ધરપકડ બાદ સમિતાએ લખી આ ભાવુક પોસ્ટ…બહેનની ફિલ્મનું કર્યું પ્રમોશન

તે જ સમયે, પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પરના આરોપો બાદ, ગહના વશિષ્ઠ તેના બચાવમાં સામે આવી હતી. રાજના બચાવમાં ગેહનાએ ઘણી વસ્તુઓને લઈને ખુલાસો કર્યો હતો. તે પછી ગેહનાએ બીજો મોટો ખુલાસો કર્યો હતો કે રાજ તેની સાળી શમિતા શેટ્ટી સાથે એક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે, જેમાં ગેહનાની પણ ભૂમિકા હશે. હવે આ બધી બાબતો અને ઘટસ્ફોટની વચ્ચે, દરેકની નજર ગેહના વશિષ્ઠ સાથે પૂછપરછ પછી કઈ નવી વસ્તુઓ બહાર આવશે તેના પર છે.

આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે અભિનેત્રી ગેહના વશિષ્ઠ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં ગેહના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જેમાં તેણીને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન શૂટ કરવા માટે કલાકારોને દબાણ કરવાના કેસમાં આરોપી બનાવવામાં આવી હતી. અહીંથી જ હોટશોટ જેવા પૈસા ભરતા મોબાઇલ એપ્લિકેશન વિશે પોલીસને માહિતી મળી હતી. પોલીસે તાજેતરમાં આ કેસ સાથે સંબંધિત અન્ય એક વ્યક્તિ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. કામતની ધરપકડ બાદ પોલીસ રાજ કુંદ્રાના આ રેકેટ સુધી પહોંચવામાં સફળ રહી છે.

આ પણ વાંચો : સંજય દત્તના દીકરાને લાગી ચોટ, વ્હીલચેર પર બેઠેલી તસવીર વાઇરલ, ચાહકોએ વ્યક્ત કરી ચિંતા

બીજી તરફ ગેહના સતત રાજ કુંદ્રાનો બચાવ કરી રહી છે. તેણે મોડેલ પૂનમ પાંડેને પણ નિશાન બનાવ્યું હતું, જેણે રાજને આ મામલે આરોપ લગાવ્યો હતો. ગેહનાએ કહ્યું હતું કે- “2011 માં પૂનમે કહ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતે તો તે ન્યૂસ થઈ જશે. તે વર્ષોથી ન્યૂડ વીડિયો બનાવી રહી છે. આ લોકો કેવી રીતે કહી શકે કે રાજ કુંદ્રાએ તેમને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધકેલી દીધા? રાજ લોકો કંપની લોન્ચ કરે તે પહેલા આ લોકો વીડિયો બનાવી રહ્યા છે. “

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મુંબઇ પોલીસે જણાવ્યું છે કે, અશ્લીલતા મામલાની શોધમાં ક્રાઈમ બ્રાંચને રાજ કુંદ્રાના અંધેરીમાં વિયાન અને જેએલ સ્ટ્રીમ ઓફિસમાંથી એક ગુપ્તચર અલમારી મળી આવી છે. ક્રાઇમ બ્રાંચ સતત આ કેસની તપાસ કરી રહી છે. હકીકતમાં, પોલીસે તેમની તપાસમાં દાવો કર્યો છે કે રાજ કુંદ્રા આ ઘોર રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. પોલીસનું કહેવું છે કે રાજે માત્ર હોટશોટ્સ એપ્લિકેશન શરૂ કરી જ નહીં, પરંતુ તપાસની જાણ થતાની સાથે જ 2019 માં તેના બનેવીએ પ્રદીપ બક્ષીની લંડન સ્થિત કેનરીનને પણ આ એપ વેચી દીધી હતી.

આ પણ વાંચો :રાજ કુંદ્રાની કંપનીમાંથી શિલ્પાએ આપ્યું રાજીનામું, આ જ કંપની બનાવતી હતી એડલ્ટ ફિલ્મ

મહત્વનું છે કે, રાજની ધરપકડ પર ગેહનાએ એમ પણ કહ્યું હતું કે તેને જાણી જોઈને ફસાવવામાં આવ્યો હતો. ગેહના અનુસાર ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સેન્સરશિપ નથી, લોકો જે ઇચ્છે તે બનાવી શકે છે. તમે આ એપ્લિકેશન માટે બનાવેલી વીડિયોઝને પોર્ન તરીકે કહી શકતા નથી. અન્ય ઓટીટી પ્લેટફોર્મ પણ આવી સામગ્રી બનાવી રહ્યા છે, માત્ર રાજ કુંદ્રાને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે?

આ પણ વાંચો :રાજકુંદ્રાની ધરપકડ ગેરકાયદેસર , અમે હાઇકોર્ટમાં જઈશું : રાજના વકીલ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment