દેશના પાંચ રાજ્યમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ કોંગ્રેસ પાર્ટીની CWCની બેઠક મળી હતી અને તેમાં હારના કારણો પર સમીક્ષા કરવામાં આવી હતી ,ત્યારબાદ પાર્ટીના હાઇકમાન્ડ એકશનમાં આવી ગયા હતા અને પાંચ રાજ્યના કોંગ્રેસના અધ્યક્ષના રાજીનામાં માંગી લીધા હતા, આજે આ અતર્ગત પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્વુએ ટ્વિટર પર રાજીનામાની જાહેરાત કરી હતી.
As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ
— Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022
ઉલ્લેખનીય છે કેકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમના પ્રમુખોને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાજીનામું આપવા કહ્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે ટ્વીટ કર્યું, “કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમોના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓનું પુનર્ગઠન કરી શકાય.” કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક.
“કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમના પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓની પુનઃરચના કરી શકાય,” તેમણે ટ્વિટ કર્યું.
ગયા રવિવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં, કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી પદ પર ચાલુ રાખવા અને પક્ષને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવા કહ્યું હતું.
