Gujarat Visit/ PM મોદીના કાર્યક્રમ પહેલા NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલને નજર કેદ કરાયા!

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે,

Top Stories Gujarat

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે,છેલ્લા એક મહિનાથી પીએમ મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વિકાસલક્ષી કાર્યો અને ખાતમુહર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે. PM મોદી આજે જુનાગઢમાં સભા સંબોધવા જઈ રહ્યા છે. તેના પહેલા કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે એની સાવચેતીના ભાગરૂપે રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી છે. અત્યારે રેશ્મા પટેલને પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરવામાં આવ્યા છે .આ મામલે પોલીસે અગમચેતી પગલું ભરીને રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી છે,સૂત્રોના જણાવ્યા અનુસાર રેશ્મા પટેલ કોઇ હંગામો ન કરે તે માટે આ પગલા લેવામાં આવ્યા છે.

PM મોદી ગુજરાતમાં 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આ દિવસની અંદર તેઓએ રાજયની ચૂંટણીની બાગડોર સંભાલી લીધી છે તેઓ ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, કેવડિયા તથા વ્યારા ખાતે આયોજિત વિવિધ કાર્યોક્રમોમાં ભાગ લેશે. જ્યાં તેઓ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ કરવા સહિત ખાતમુહૂર્ત કરશે. જુનાગઢ ખાતે વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી માસ્ટર સ્ટ્રોક રમવાની સાથે વિકાસલક્ષી કાર્યો વિશે પણ મોટી જાહેરાત કરી શકે છે. અહીં તેઓ બપોરે સભાનું સંબોધન કરશે. આની સાથે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કરવા જઈ રહ્યા છે.