IPL 2021/ માહીભાઈ સાથે હોય ત્યારે વધારે વિચારવાની જરૂર નથીઃ ગાયકવાડ

માહીભાઈ તમારી સાથે હોય અને CSK મેનેજમેન્ટ તમારા પર વિશ્વાસ દર્શાવે અને એકવાર તેઓ તમને ટેકો આપે, ત્યારે તમારે વધારે વિચારવાની જરૂર નથી.

Sports

રવિવારે UAE માં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 14 મી સીઝનનાં બીજા તબક્કાની પ્રથમ મેચમાં ચેન્નઈનાં ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને 20 રને જીત અપાવી હતી.

આ પણ વાંચો – MI vs CSK / ધોનીનાં ધુરંધરોએ મારી બાજી, MI ને 20 રને હરાવી CSK એ મેળવ્યું પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન

મેન ઓફ ધ મેચ બનેલા ઋતુરાજ ગાયકવાડે 58 બોલમાં 9 ચોક્કા અને 4 છક્કાની મદદથી 88 રન બનાવ્યા હતા. ઋતુરાજની તોફાની બેટિંગનાં કારણે CSK ની ટીમ 156/6 રન બનાવવામાં સફળ રહી હતી. આ પહેલા CSK ની ઓપનિંગ જોડી જલ્દી જ પેવેલિયન પરત ફરી હતી. આ મેચમાં CSK એ 24 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. જણાવી દઇએ કે, મેચ બાદ ઋતુરાજે પોતાની ઇનિંગ્સ વિશે વાત કરતા કહ્યું, “દેખીતી રીતે આ મારી અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇનિંગ્સ છે. જ્યારે તમામ સીનિયર ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા ત્યારે વહેલી વિકેટ પડવાના દબાણ સાથે, મારે ફક્ત રમવાનું ચાલુ રાખવાનું હતુ અને ટીમને 130, 140 અને પછી 150 પર લઈ જવાનું હતુ. ગાયકવાડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને CSK મેનેજમેન્ટનો તેમનામાં વિશ્વાસ દર્શાવવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે માહીભાઈ તમારી સાથે હોય અને CSK મેનેજમેન્ટ તમારા પર વિશ્વાસ દર્શાવે અને એકવાર તેઓ તમને ટેકો આપે, ત્યારે તમારે વધારે વિચારવાની જરૂર નથી.”

આ પણ વાંચો – Cricket / પ્રવાસ અધવચ્ચે છોડી ગયેલી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પર ભડક્યા ઇન્ઝમામ-ઉલ-હક, જાણો શું કહ્યુ

ઋતુરાજ ગાયકવાડે કહ્યું, “શ્રીલંકા પ્રવાસ અને અહીં (યુએઈ) આવ્યા બાદ કરવામાં આવેલી તૈયારીએ પણ મારી મદદ કરી હતી. શરૂઆતમાં બોલ સીમ અને સ્વિંગ થઇ રહ્યો હતો તેથી મારે સ્પિનરો સામે મારી તક લેવાની હતી. જાડેજા હમણા જ ક્રીઝ પર આવ્યો હતો અને મારે મારી તકો શોધવાની હતી અને તે સારુ રહ્યુ હતુ.” ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું કે, “ક્વિન્ટને બેટિંગ ભાર સંભાળ્યો હતો, અને તે સમયે મારો તેનો કેચ છોડવો મહત્વનો હોઇ શકતો હતો, પરંતુ સદ્ભાગ્યે દીપક તેને જલ્દી બહાર કાઠવામાં સફળ રહ્યો હતો.”