રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભીષણ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. તેથી રાજ્યની જનતાને વધુ કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાંક શહેરોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે, જ્યારે કેટલાંક શહેરોને હિટવેવનો સામનો કરવાનો વારો આવી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવતીકાલે 14 એપ્રિલે મહત્તમ તાપમાન 42 સુધી જઈ શકે છે. જ્યારે 15 એપ્રિલ 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો 16 એપ્રિલે ગરમીનો પારો વધુ ઉંચકાઈ શકે છે અને તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે 17 એપ્રિલે પણ તાપમાન 43 ડિગ્રી રહી શકે છે.
મહત્વપૂર્ણ છે કે, મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ લોકોને અકળાવી રહ્યો છે. જ્યારે રાત્રે ઠંડા પવનોનો અહેસાસ થતાં બેવડી ઋુતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. જો કે,આગામી ભીષણ ગરમીની આગાહીને જોતા લોકોમાં પણ ચિંતા થવી સ્વાભાવિક છે.
આ પણ વાંચો:અસદુદ્દીન ઓવૈસી પહોંચ્યા રાજસ્થાન, કરૌલી હિંસા પર ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું
આ પણ વાંચો:કેએલ રાહુલ અને વિરાટ કોહલી IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી, ટોપ-10માં સામેલ
