હિન્દુ ધર્મ/ લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

લગ્ન સમયે સિંદૂર કે માંગ ભરવી એ બહુ મોટી વિધિ છે. સિંદૂર લગાવવાના સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

Dharma & Bhakti

અત્યારે લગ્નસરા ની સિઝન પૂર બહારમાં ખીલી છે. એક જ દિવસમાં અનેક લગ્નો થઈ રહ્યા છે. બેન્ડ બાજા બારાતની સીઝનમાં તમે ઘણા બધા યુગલોને પ્રભુતામાં પગલાં પાડતા જુવો છો. પરંતુ તેની પાછળ ચાલી રહેલી વિધિ અને તેના અર્થ વિષે કદાચ જ તમે જાણતા હશો.

લગ્નમાં વરરાજા કન્યાની માંગમાં  સિંદૂર લગાવે છે.  આનાથી સંબંધિત ઘણી પ્રકારની વાર્તાઓ છે અને ઘણી બધી માન્યતાઓ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ફેરા અને સિંદૂરની વિધિ કરતી વખતે પંડિત ઘણા મંત્રોનો જાપ કરે છે.

લગ્ન સમયે સિંદૂર કે માંગ ભરવી એ બહુ મોટી વિધિ છે. સિંદૂર લગાવવાના સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.

’ॐ सुमंगलीरियं वधूरिमां समेत पश्यत।
सौभाग्यमस्यै दत्त्वा याथास्तं विपरेतन।।’

મંત્રનો અર્થ-

આ મંત્રનો અર્થ એ છે કે વર કહે છે કે લગ્નમંડપમાં આવેલા તમામ સજ્જનો અને સન્નારીઓ, હું તમારી સમક્ષ કન્યાની માંગ ભરી રહ્યો છું. તમે આ કન્યાને સુમંગલી (કલ્યાણકારી ) બનતા જુઓ અને અમને સૌભાગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ આપો. હે વધુ  (કન્યા) તું સુમંગલી (કલ્યાણકારી ) છે. હું તમને ખુશ જોઈ રહ્યો છું. તમારું સૌભાગ્ય વધારનાર આ સિંદૂર તમને દાન કરીને હું મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારું રક્ષણ કરશે.

સિંદૂરનું મહત્વ-

સિંદૂર એ ભારતીય હિન્દુ પરંપરાનો શ્રેષ્ઠ સંસ્કાર છે. મતલબ કે લગ્ન પહેલા છોકરી પિતાના ઘરે રહીને મેકઅપ કૃ શકે છે. પણ માંગ ભરી શક્તી નથી. પરંતુ લગ્નમાં સિંદૂરનું આ દાન કર્યા પછી વર તેની વધુને અધિકાર આપે છે. હવે તું મારી અર્ધાંગિની બની ગઈ છે અને તારી રક્ષા કરવાની મારી ફરજ છે અને હવે હું તને સોળ શ્રૃંગાર કરવાની પરવાનગી આપું છું.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પતિને પ્રિય લાગે અને પતિની પ્રિય પત્નીને હંમેશા સુખ મળે તે માટે પત્ની સોળ શ્રૃંગાર કરે છે. માંગ ભરતી વખતે, વરરાજા તેની વીંટી અથવા ચાંદીની વીંટી દ્વારા તેની આંગળીમાં સિંદૂર લઈને છોકરીની માંગ પર ત્રણ વખત સિંદૂર લગાવે છે.

મતલબ કે ત્રણેય વ્રતની પરંપરાઓનું જીવનભર પાલન કરવાનું છે. સૌ પ્રથમ, તે જે પણ મેકઅપ કરશે, તે તેના પતિ માટે કરશે. બીજું, તેને શણગારવાથી શરીરને સ્વસ્થ અને સમૃદ્ધ રાખવાની છાપ પડશે. ત્રીજી માંગ ભરવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી હંમેશા માંગમાં સિંદૂર ભરી રાખે છે, તેનો પતિ ક્યારેય નિષ્ફળ નથી થતો. આ માતા સીતાનું વરદાન છે.