Not Set / PayTM ના લિસ્ટીંગ પર કેડબરીએ કરી મજાક, કંપનીએ આપ્યો વળતો જવાબ

પેટીએમે ખૂબ જ સકારાત્મક રીતે કેડબરી 5 સ્ટારની જાહેરાતનો જવાબ આપ્યો હતો. કેડબરી 5 સ્ટારે લખ્યું હતું કે, હે પેટીએમ !4765 યુઝર્સ ઈચ્છી રહ્યા છે કે, તમે Nothing Coin લેવાનું શરુ કરી દ્યો.


PayTM ના આઈપીઓના શેરબજારમાં સૌથી ઓછા અંકાયેલા અંકો બાદ સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે અને તેના મિમ્સ પણ બનાવી વાઈરલ થઇ રહ્યા છે. હવે આ મુદ્દે કેડબરી 5 સ્ટાર પણ મજાક કરવાનું ચૂક્યા નથી, જેનો જવાબ પેટીએમે અનોખી રીતે આપ્યો છે.

કેડબરીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી પેટીએમને ટેગ કરીને લખ્યું હતું કે, જાઓ પોતાની બારીમાંથી જઈને જરાક જુઓ.

 

ત્યારબાદ થોડીવાર રહીને પેટીએમે તેનો વળતો જવાબ અનોખી રીતે આપ્યો હતો. જેમાં કેડબરી 5 સ્ટારની એક જાહેરાત દેખાઈ રહી છે.

પેટીએમે ખૂબ જ સકારાત્મક રીતે કેડબરી 5 સ્ટારની જાહેરાતનો જવાબ આપ્યો હતો. કેડબરી 5 સ્ટારે લખ્યું હતું કે, હે પેટીએમ !4765 યુઝર્સ ઈચ્છી રહ્યા છે કે, તમે Nothing Coin લેવાનું શરુ કરી દ્યો. આ મુદ્દે પેટીએમે જવાબ આપ્યો હતો કે, તે nothing coin લેવાનું જલ્દી જ શરુ કરી દેશે.

દેશમાં અત્યારસુધીમાં સૌથી મોટી કિંમત 18,300 કરોડનો IPO લાવનારી કંપનીનું લિસ્ટીંગ સૌથી નબળું રહ્યું હતું. IPO માટે પેટીએમે 2150 રૂપિયા કિંમત રાખી હતી પરંતુ જયારે ગુરુવારે કંપનીનું લિસ્ટીંગ થયું ત્યારે તેમાં ભારે ઘટાડો જોવા માટે મળ્યો હતો. દિવસના અંતે 585.85 રૂપિયા એટલે કે 27.25%  તૂટીને બંધ રહ્યો હતો.


More Stories














Top Stories

















Photo Gallery

















Entertainment