મહાત્મા ગાંધી વિરુદ્ધ નિવેદન આપનાર કાલીચરણ મહારાજ ભલે છત્તીસગઢની જેલમાં પહોંચી ગયા હોય, પરંતુ તેમના વિચારોનું સમર્થન કરતા લોકો મેદાનમાં આવી ગયા છે. ઈન્દોરમાં પણ આવા જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને કાલીચરણનાં સમર્થનમાં પ્રદર્શન કર્યું હતુ.
આ પણ વાંચો – સાવધાન! / સતત વધતા કોરોનાનાં કેસે આપ્યો પ્રતિબંધને આવકારો, હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે જાહેર નવી ગાઈડલાઈન
રીગલ ચોકડી પર, આ લોકોએ કાલીચરણ મહારાજનાં સમર્થનમાં માત્ર નારા જ લગાવ્યા ન હોતા પરંતુ તેઓએ નાથુરામ ગોડસે ઝિંદાબાદનાં નારા પણ લગાવ્યા હતા. નવાઈની વાત એ છે કે સૂત્રોચ્ચાર સમયે પોલીસ પણ હાજર હતી અને અત્યાર સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે ગોડસે ઝિંદાબાદનાં નારાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્દોરમાં હિન્દુ સંગઠનનાં હોદ્દેદારોએ કાલીચરણ મહારાજને મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે ગાંધી વિરૂદ્ધ જે કંઈ પણ કહ્યું છે, તેનો પ્રામાણિક ઈતિહાસ છે. તે વ્યક્તિની સ્વતંત્રતા છે કે તે ગાંધીમાં માને કે ગોડસેમાં. આ માટે કોઈની સામે કેસ નોંધી શકાય નહીં, જ્યારે હિન્દુ સંગઠનનાં કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો કાલીચરણ મહારાજને મુક્ત કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી / મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ઉમેદવાર બનાવવા માટે માગ,ભાજપના સાંસદે જે.પી.નડ્ડાને લખ્યો પત્ર
વિરોધ બાદ હિંદુ સંગઠનોનાં કાર્યકર્તાઓ પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે એક મેમોરેન્ડમ આપ્યું હતું. કોંગ્રેસે પોલીસ કમિશ્નર કચેરીમાં ગોડસે ઝિંદાબાદનાં નારા લગાવી હુમલો કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનાં મીડિયા ઈન્ચાર્જ નરેન્દ્ર સલુજાએ કહ્યું છે કે, શું સરકારે ગાંધી વિરોધીઓને છૂટો હાથ આપ્યો છે. તેમણે પોલીસની સામે આવા સૂત્રોચ્ચારની નિંદા કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
