ભારતમાં એક બાજુ કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ દેશમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જેમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે અને તમામ રેકોર્ડ તોડી રહી છે.
દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી દીધી છે. શનિવારે પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડીઝલની કિંમતમાં 39 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોની કરવામાં આવતી સમીક્ષા બાદ નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ 17મી વખત વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને ગુજરાતના તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો વધારો થયો છે.
આ સ્થિતિને જોતા પણ સરકાર દ્વારા હાલ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો કોઈ પ્લાન જોવા મળી રહ્યો નથી.
આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો, , આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 88.44 રૂપિયા, મુંબઈમાં 94.93 રૂપિયા, કોલકત્તામાં 89.73 રૂપિયા અને ચેન્નઈમાં 90.70 રૂપિયા પ્રતિ લીટર છે. Petrol Price Today
ડીઝલમાં થયેલા ભાવવધારા બાદ દિલ્હીમાં 78.74 રૂપિયા, મુંબઈમાં 85.70 રૂપિયા, કોલકત્તામાં 82.33 રૂપિયા, ચેન્નઈમાં ડીઝલ 83.86 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
