આજે 73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 10.05 કલાકે નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચીને દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાના ત્રણેય વિંગના એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીના પ્રમુખ હાજર હતા.
લગભગ 15 મિનિટ એટલે કે 10.15 વાગ્યે પીએમ રાજપથ પહોંચશે. 10.21 મિનટ પર ફર્સ્ટ લેડી રાજપથ પર પહોંચશે. સવારે 10.23 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના કાફલા સાથે રાજપથ પહોંચશે. સવારે 10.26 કલાકે ધ્વજવંદન અને રાષ્ટ્રગીત ગવાશે. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવશે.
સવારે 10.28 કલાકે રાષ્ટ્રપતિ મંચ પર જમ્મુ -કાશ્મીર પોલીસના સ્વર્ગસ્થ એએસઆઈ બાબૂ રામને અશોક ચક્ર આપશે. તેમની પત્ની રીતા રાની શાંતિકાળમાં વીરતાનો સૌથી મોટો એવોર્ડ લેશે. લગભગ 11.45 મિનિટે રાજપથ પર પરેડ સમાપ્ત થશે અને આકાશમાં આર્મી, એરફોર્સ અને નેવીનું ફ્લાઈ પાસ્ટ શરૂ થશે.
