વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિંહાએ સોમવારે રાજીનામું આપ્યું હતું. જોકે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ આ વાતની પુષ્ટિ કરી છે. સિંહા બિહાર કેડરના 1983 બેચના આઇએએસ અધિકારી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને પીએમ મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજીનામા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ વર્ષે પીએમઓ માંથી આ બીજું નોંધપાત્ર રાજીનામું છે. આ વર્ષના માર્ચ મહિનામાં વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે સિન્હાએ રાજીનામું આપ્યું હતું.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા બાદ સિન્હાને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણ દાયકાની કારકિર્દીમાં, સિંહાએ શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા. તેઓ ગ્રામીણ વિકાસ બાબતોમાં નિષ્ણાત છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓમાં તેમની ભૂમિકા મહત્વની હતી. સિન્હાએ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પણ સેવા આપી છે.
ઉલ્લેખનીય છે કે આઇએએસ અમરજીત સિંહાના રાજીનામાની હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી ,પરતું વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના આધારે માહિતી આપવામાં આવી રહી છે.
