Gujarat/ યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન

યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન

Top Stories Gujarat

ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પોતાની  વિવિધ કામગીરીમાં વધારો કરતા જોવા મળે છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છેત્યારે દરેક સ્થાનિક પક્ષો દ્વારા પોતાની વિવિધ કામગીરીને વેગ આપવાના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે.

આજ રોજ ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ જીલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિવિધ સ્થળો પર કોંગ્રેસના કાર્યક્રમોમાં નેતાઓને સ્થાનિક પોલીસ દ્વારા મોટી સંખ્યામાં ડીટેન  કરવામાં આવ્યા હતા.

સુરત

સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી યાત્રા કાઢવામાં આવી હતી. એમટીબી કોલેજથી કલેકટર ઓફીસ  સુધી યાત્રા કાઢી હતી. કાર્યકરો યાત્રા કાઢી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસની યાત્રા પહેલા યાત્રાના માર્ગ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જામનગર

જામનગરમાં બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી રહેલા યુથ કોંગ્રેસ અને NSUIના 25 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં મામલો વકરતા ધારાસભ્ય વિક્રમ માડમે પોલીસ પર ગેરવર્તણુંકનો આક્ષેપ લગાવ્યો હતો. અને પોલીસમેન માફી ન માગે તો ધારાસભ્યએ અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી આપી

વલસાડ

જ્યારે વલસાડમાં બેરોજગાર યાત્રા નીકળે તે પહેલા જ પોલીસે તેમને ડિટેઈન કર્યા હતા. વલસાડ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા ઈરફાન કાદરી રોનક શાહ અને રાહીલ શૈખ ને ડિટેન કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર

ગાંધીનગરમાં કોંગ્રેસની બેરોજગાર યાત્રા નીકળી હતી. કાર્યક્રમ સ્થળે પોલીસ કાફલનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ઘટનાસ્થળે અટકાયત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…