Not Set/ જો 31 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો, ગુજરાતમાં સર્જાઇ શકે છે મોટું જળસંકટ

સરદાર સરોવર નર્મદામાં પણ તારીખ-16 જુલાઇ-2021ની સ્થિતિએ 43.30 ટકા જળસંગ્રહ હતો. જે ગતવર્ષે આ સમયે 54 ટકા હતો. પરિણામે 10 ટકા જળસંગ્રહમાં ઘટાડો થયો છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 21 ટકા થયો છે. જો 31 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો આગામી સમયમાં ગુજરાતમાં જળસંકટ સર્જાઇ શકે છે. જો કે હવામાનવિભાગની આગાહી મુજબ આગામી સમયમાં વરસાદ થવાની આગાહી હવામાનવિભાગે કરી છે.

ગુજરાતમાં ચોમાસુ સારૂં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પરંતુ છેલ્લા કેટલાંક દિવસથી માત્ર નજીવો વરસાદ થઇ રહ્યો છે. હાલ વરસાદ ખેંચાયો છે.પરિણામે ગુજરાતના જળાશયોમાં જળસંગ્રહ ઘટ્યો છે. રાજ્યના 206 જળાશયોમાં જળસંગ્રહ 36 ટકા જ રહ્યો છે. રાજ્યના 2 જળાશય સંપૂર્ણ ભરાયેલાં 100 ટકા જળસંગ્રહ છે. જ્યારે 13 જળાશયોમાં 70 ટકા , 14 જળાશયોમાં 50 ટકા , 62 જળાશયોમાં 25 ટકા અને 116 જળાશયોમાં 25 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ થયો છે. ગતવર્ષની તુલનામાં પણ જળસંગ્રહમાં ઘટાડો થયો છે.

ગતવર્ષની તુલનામાં જળસંગ્રહ

 

સરદાર સરોવર નર્મદામાં પણ તારીખ-16 જુલાઇ-2021ની સ્થિતિએ 43.30 ટકા જળસંગ્રહ હતો. જે ગતવર્ષે આ સમયે 54 ટકા હતો. પરિણામે 10 ટકા જળસંગ્રહમાં ઘટાડો થયો છે. આ સંજોગોમાં જો હવે આગામી સમયમાં 31 જુલાઇ અંત સુધીમાં વરસાદ ખેંચાય તો ગંભીર જળસંકટની સ્થિતિ નકારી શકાય એમ નથી. આ જ હેતુ ખુદ રાજકોટના મેયર પ્રદિપ ડવે મુખ્યપ્રધાનને પત્ર પણ પાઠવ્યો છે અને જિલ્લાના જળાશયોમાં સૌની યોજનામાંથી પાણી પુરવઠો આપવા રજૂઆત કરી છે.આજી ન્યારી અને ભાદર સહિતના જળાશયોમાં સૌની યોજનામાંથી પાણી આપવા રજૂઆત કરી છે. આ દરમિયાન આશા રાખીએ હવામાન વિભાગની આગાહી યથાર્થ ઠરે અને વરસાદ વરસે. પરંતુ જો વરસાદ ખેંચાય તો ગુજરાતમાં પાણીની સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.