CM/ સંવેદનશીલ મુખ્યમંત્રી પ્રત્યે રાજકોટવાસીઓની લાગણી છલકાઈ, પોસ્ટર દ્વારા પરોક્ષ હાજરી બતાવવાનો પ્રયાસ

મુખ્યમંત્રી રૂપાણીની સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છાપ છે ત્યારે હાલ તેઓની તબીયત નાદુરસ્ત છે એવામાં તેમનું શહેર રાજકોટ પણ તેમના પ્રત્યે લાગણીની સાથે  અહોભાવ વ્યક્ત કરી રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇને

Top Stories Gujarat

મુખ્યમંત્રી રૂપાણીની સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છાપ છે ત્યારે હાલ તેઓની તબીયત નાદુરસ્ત છે એવામાં તેમનું શહેર રાજકોટ પણ તેમના પ્રત્યે લાગણીની સાથે  અહોભાવ વ્યક્ત કરી રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જંગી બહુમતી મેળવવા માટે સ્ટાર પ્રચારકોને ગુજરાતના મહાનગરોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવાનું શરૂ કરી દીધું છે. હજુ ગઈકાલે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સ્મૃતિ ઈરાની અને હાર્દિક પટેલ ઉમેદવારોને વિજયી બનાવવા માટે મેદાને ઉતર્યા હતા. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા તેના વિકલ્પરૂપે સ્મૃતિ ઇરાની રાજકોટ આવ્યા હતા. વિજય રૂપાણી ચૂંટણી પ્રચારમાં કંઈ રીતે પાછળ રહી જાય. માટે ‘CM એ જ કોમન મેન’ના સ્લોગન સાથે વિજય રૂપાણીના પોસ્ટર ભાજપ દ્વારા રાજકોટની શેરી-ગલીમાં લગાવવામાં આવ્યા છે.

PM Modi / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 15 લાખ સમિતિને બિરદાવી, પેજ પ્રમુખોને લખ્યો પત્ર

મુખ્યમંત્રીએ માતૃભૂમિ રાજકોટને પોતાના હૃદય માં સમાવી અને હંમેશા વિકાસના કાર્યો માટે પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે મુખ્યમંત્રીનું ઋણ ચૂકવવા માટે રાજકોટવાસીઓ પણ પાછળ કેમ રહે,મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સંક્રમિત છે જેના કારણે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર નહીં કરી શકે. તો બીજી તરફ વિજય રૂપાણીના હોમટાઉન એવા રાજકોટમાં ચૂંટણી યોજાઈ રહી છે કે જેના પ્રચાર-પ્રસાર સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રત્યક્ષ રીતે હાજર નથી. તેમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરોક્ષ રીતે વિજય રૂપાણીની હાજરી બતાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના IT સેલ દ્વારા મુખ્યમંત્રી પ્રજા પ્રત્યે સંવેદનશીલતા દાખવતા હોય તેવા અનેક વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે. જે વીડિયોમાં ગુજરાતનો દરેક નાગરિક કોરોના સંક્રમિત થયેલા વિજય રૂપાણીની સાથે છે તે પ્રકારનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

Pride / મોરનાં ઇંડા ચીતરવા ન પડે, પિતા ભાજપના ઉમેદવાર, માતા મિસિસ ઇન્ડિયા ગુજરાત અને દીકરો બન્યો લીટલ સ્ટાર પ્રચારક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હંમેશા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કહેવાથી રાજકોટને વિકાસ કાર્યોમાં અગ્રતા આપી છે. ત્યારેરાજકોટ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની સાથોસાથ વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમ કે AIIMSની ભેટ હોય કે પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ હોય કે પછી હોય 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કોર્ટ, GIDCની ભેટમાં પણ વિજય રૂપાણીનો ચહેરો બતાવવામાં આવ્યો છે. આમ દરેક વિકાસ કાર્યોને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સાથે જોડવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી બનાવવામાં આવી હતી. ત્યારે સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં પરોક્ષ હાજરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Political / ઉન્નાવ મામલે રાહુલ-પ્રિયંકાએ યોગી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…