પ્રજાસત્તાક દિવસ/ ગણતંત્ર દિવસનું આયોજન સ્વતંત્રતા દિવસ કરતા ઘણુ અલગ હોય છે, જાણો કેવી રીતે

ભારતને 15 ઓગસ્ટ, 1947 નાં રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશને પ્રજાસત્તાક જાહેર કરવા માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોવી પડી હતી. આજે દેશ 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.

Top Stories India
ગણતંત્ર દિવસ

ભારતને 15 ઓગસ્ટ, 1947 નાં રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશને પ્રજાસત્તાક જાહેર કરવા માટે 26 જાન્યુઆરી, 1950 સુધી રાહ જોવી પડી હતી. આજે દેશ 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. જો કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, આ બંને તારીખો આપણા ભારતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાંથી એક દિવસે આપણા દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી, જ્યારે બીજા દિવસે આપણે બંધારણ અપનાવીને વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ. પરંતુ આજે પણ આપણામાંથી ઘણાને કદાચ ખબર નથી કે આ બે મહત્વનાં દિવસોની ઘટનાઓમાં મોટો તફાવત છે, ત્યારે આજે અમે અહી આ તફાવત વિશે ચર્ચા કરવા જઇ રહ્યા છીએ.

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ / ITBPના જવાનોએ માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં અને 15 હજાર ફુટની ઉંચાઇ પર તિંરંગો લહેરાવ્યો,જુઓ વીડિયો

દેશ આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. જણાવી દઇએ કે, દેશ આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશવાસીઓનો ઉત્સાહ પર્વતથી મેદાન સુધી જોવા મળી રહ્યો છે. આ અવસર પર દિલ્હીનાં રાજપથ પર વિશેષ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, ભારતનાં આન-બાન અને શાનની ઝલક આજે અહીં જોવા મળશે. જણાવી દઇએ કે, આજનો ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ બંનેમાં ઘણો તફાવત હોય છે, એટલે કે તે બંને દિવસો અલગ હોય છે. તો જાણીએ તેના તફાવત વિશે…

– સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સૌથી મોટો તફાવત એ છે કે 15 ઓગસ્ટે ધ્વજવંદન થાય છે, જ્યારે 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે. આ મોટે ભાગે સમાન ક્રિયા વાસ્તવમાં એકબીજાથી ખૂબ જ અલગ છે. ધ્વજ ફરકાવવું એ છે જ્યારે બાંધેલા ધ્વજને પોલ પર નીચેથી ઉપર ખેંચવામાં આવે છે અને પછી તેને ફરકાવવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરીએ ધ્વજને પોલ પર બાંધવામાં આવે છે અને તે જ રીતે ખોલવામાં આવે છે. વાસ્તવમાં 15 ઓગસ્ટે બ્રિટિશ ધ્વજ નીચે આવ્યો અને આપણો ત્રિરંગો ઊંચો થયો હતો. ત્યારથી આ વિધિ કરવામાં આવે છે.

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ / ભારતના 73 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આકાશમાં રાફેલ સહિત 75 વિમાન ઉડશે

– 15 ઓગસ્ટનાં કાર્યક્રમમાં ભારતનાં વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે જ્યારે રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ આ કાર્ય કરે છે. તેનું કારણ એ છે કે 1947 માં જ દેશ આઝાદ થયો હતો. વડા પ્રધાન દેશનાં રાજકીય વડા છે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. 1947માં આપણી પાસે પંડિત જવાહરલાલ નેહરુનાં રૂપમાં વડાપ્રધાન હતા, પરંતુ તે પછી રાષ્ટ્રપતિ ચૂંટાઈ શક્યા ન હોતા. 26 જાન્યુઆરી 1950 નાં રોજ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રથમ વખત ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

– સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ લાલ કિલ્લા પર આયોજિત કરવામાં આવે છે, જ્યારે પ્રજાસત્તાક દિવસનાં દિવસે રાજપથ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.