ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનાં કારણે લોકોએ જીવન જરૂરિયાત વસ્તુઓ પર મુક્યો કાપ

અર્થશાસ્ત્રીઓનાં મતે પેટ્રોલ સીધી આપણી વાસ્તવિક આવક ઘટાડે છે. તેમાં ફળો અને શાકભાજી, દૂધ અને અનાજ જેવી વસ્તુઓ પણ શામેલ છે. ઓગસ્ટમાં મોંઘવારી રેેટ 5.3% હતો, જ્યારે ફ્યુઅલ મોંઘવારી 13% નોંધાયો હતો.

Top Stories Business

દેશમાં ભલે કોરોનાનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો હોય, પરંતુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેણે હવે સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે. અઠવાડિયાનાં પહેલા દિવસે એટલે કે આજે સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.

આ પણ વાંચો – Political / લખીમપુર ઘટના પર પ્રિયંકા ગાંધી- સરકાર ખેડૂતોને કચડી નાખવાની રાજનીતિ કરી રહી છે

આપને જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનાં ભાવમાં વધઘટ વચ્ચે આજે (સોમવારે) દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા 04 ઓક્ટોબરનાં રોજ જાહેર કરાયેલા દર મુજબ સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થિર છે. જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં પહેલા દિવસે તેલનાં ભાવ વધ્યા નથી, આ પહેલા સતત ત્રણ દિવસ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થતા ભાવ ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી ગયા છે. પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.39 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઈમાં તે 108.43 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, દિલ્હીમાં ડીઝલ પણ 90.77 રૂપિયા પ્રતિ લિટરની નવી રેકોર્ડ સપાટીએ છે. જ્યારે મુંબઈમાં ડીઝલનાં ભાવ મહાનગરોમાં ઉંચા સ્તરે પહોંચ્યા બાદ આજે એટલે કે 04 ઓક્ટોબરે 98.48 રૂપિયા પ્રતિ લીટર પર છે. સરકારી ઓઈલ કંપનીઓએ રવિવારે એટલે કે 03 ઓક્ટોબરે સતત ત્રીજા દિવસે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો, જ્યારે ડીઝલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – ડ્રગ્સ મામલે / શાહરુખના પુત્ર આર્યન ખાનને મોટી રાહત, NCB કસ્ટડી નહીં માંગે,જામીન મળશે?

અર્થશાસ્ત્રીઓનાં મતે પેટ્રોલ સીધી આપણી વાસ્તવિક આવક ઘટાડે છે. તેનાથી બચત ઘટે છે. અર્થશાસ્ત્રીઓનાં મતે પેટ્રોલ સીધી આપણી વાસ્તવિક આવક ઘટાડે છે. તેમાં ફળો અને શાકભાજી, દૂધ અને અનાજ જેવી વસ્તુઓ પણ શામેલ છે. ઓગસ્ટમાં મોંઘવારી રેેટ 5.3% હતો, જ્યારે ફ્યુઅલ મોંઘવારી 13% નોંધાયો હતો. તાજેતરનાં SBI રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે પેટ્રોલ અને ડીઝલનાં ઉંચા ભાવને કારણે લોકો માત્ર કરિયાણા અને ઉપયોગી સેવાઓ પર કાપ મુકી રહ્યા નથી, પરંતુ આરોગ્ય જેવી મહત્વની વસ્તુઓ પર ખર્ચ ઘટાડવા માટે પણ મજબૂર થઇ રહ્યા છે. કેર રેટિંગ્સનાં ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસનાં જણાવ્યા અનુસાર, “જ્યારે ક્રૂ઼ડ મોંઘુ થાય ત્યારે બે જ વિકલ્પો હોય છે: બચત કાપવી અથવા આવશ્યક ખર્ચમાં કાપ મૂકવો. જો ક્રૂડ મોંઘુ રહેશે તો અર્થતંત્રમાં માંગ અને બચત બંને ઘટી શકે છે. તેનાથી લોન લેવી મોંઘી પડશે.