અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એન્જિનિયરે એક અનોખી પહેલ કરી છે. તેણે પોતાના યુનિક આઇડિયાથી શહેરમાં રોબોટિક કેફેની શરુઆત કરી છે. આ કેફેમાં માણસો નહીં પણ રોબોટ દ્વારા ઓર્ડર લેવાથી લઈને નાસ્તો બનાવવા અને સર્વ કરવા સુધીના તમામ કામ કરતા રોબોટ જોવા મળે છે.

- રોબોટ દ્વારા કરવામાં આવશે કૅફેનાં તમામ કામ
- વિવિધ રોબોટ કરશે અલગ અલગ કામ
- રોબોટ બનાવશે નાસ્તો
- રોબોટ દ્વારા પીરસવામાં આવશે ખાણી પીણી
અમદાવાદી એન્જિનિયર દ્વારા પોતાના યુનિક આઈડિયાથી શહેરમાં એક અનોખી કૅફે શરૂ કરવામાં આવી છે. જે બહારથી જોતા સામાન્ય લાગે છે. પરંતુ અંદરથી સાયન્ટિફિક કેફે જોવા મળે છે. આ કેફેમાં માણસોની જગ્યાએ રોબોટ કામ કરતા નજરે પડે છે. સૌથી ખાસ વાત એ છે કે રોબોટ તમારા તમામ સવાલોના જવાબ પણ આપે છે.

રોબોટિક કેફના માલિક આકાશ ગજજરનાં મનમાં કંઈક નવું કરવાનો વિચાર આવતા આ કેફેની શરૂઆત કરી છે. આકાશને આ કેફેની શરૂઆત કરવાનો વિચાર ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો. જેથી આકાશ અને બીજા તેના ત્રણ મિત્રોએ ભેગા મળીને આ કેફેની રચના કરી હતી. તેમને શરૂઆતમાં ત્રણ વર્ષ પહેલાં મુશ્કેલી પડી હતી. પરંતુ અત્યારે આ કૅફે શરૂઆત કરી છે.

આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે. કેફેમાં પ્રવેશતાં જ ટેબલ પર બેસીને કોઈને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. ઓર્ડર આપ્યા બાદ રોબોટ સુધી ઓર્ડર પહોંચશે, એ બાદ કેફેમાં રહેલી વ્યક્તિ ઓર્ડર આપેલી વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે, એ બાદ રોબોટ એને સર્વ કરશે. રોબોટના હાથ પર લાગેલા ક્યુઆર કોડથી પેમેન્ટ પણ કરી શકાય છે. આ ઉપરાંત કેફેમાં પાણી અને જ્યૂસ માટે પણ એક રોબોટ રાખવામાં આવ્યો છે, જેની પાસે ગ્લાસ લઈને જતાં સેન્સર દ્વારા રોબોટ પાણી અને જ્યૂસ સર્વ કરશે. ઉપરાંત એક રોબોટ એવો પણ છે, જેમાં એને કોઈ વસ્તુ અંગે પ્રશ્ન પૂછતાં તે એનો જવાબ આપશે. રોબોટ લોકોને ગાઈડ પણ કરશે. તો સાથે કોરોના કાળમાં કેફેમાં આવનારી વ્યક્તિ કોઈના કોન્ટેકમાં આવ્યા વિના હાઇજેનિક ફૂડ મેળવી શકશે.
National / ભાઈ રાહુલ ગાંધી માટે મારો જીવ પણ આપીશ : પ્રિયંકા વાડ્રા
Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું
દેવી હરસિદ્ધિ / રાત્રે ઉજ્જૈનમાં અને દિવસે ગુજરાતના આ મંદિરમાં રહે છે આ દેવી, જાણો શું છે માન્યતા?
કચ્છ /નેશનલ હાઇવેનું નિર્માણ થતા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચે નું અંતર ૮૦ કિ.મી જેટલું ઘટી જશે : CM ભુપેન્દ્ર પટેલ…
